રોજ સવારે નરણાં કોઠે પીવો ગોળ, જીરું અને લીંબુનું આ દેશી ડ્રિંક, ડબલ સ્પીડે ઘટશે તમારું વધેલું વજન

અત્યારે લોકો વધતાં વજનની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. વજન આપણી પર્સનાલિટી પર તો ખરાબ અસર કરે જ છે સાથે તેના કારણે હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનો ખતરો પણ વધે છે. પણ જો કેટલીક દેશી ડ્રિંક રોજ પી લેવામાં આવે તો તમે ચોક્કસપણે વજન ઘટાડી શકો છો. આ ડ્રિંસ ઉનાળા માટેની બેસ્ટ ડ્રિંક છે, તે લૂથી પણ બચાવશે, રોગો સામે રક્ષણ કરશે અને ફટાફટ વેટલોસ કરશે. આ ડ્રિંક તમારે રોજ સવારે ખાલી પેટ પીવુ પડશે. ચાલો જાણીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવવાની રીત

આ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલાં તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ઓર્ગેનિક દેશી ગોળ રાતે પલાળી દો. પછી સવારે આ પાણીને સહેજ ગરમ કરી લો. પછી તેમાં 1 લીંબુનો રસ, અડધી ચમચી શેકેલા જીરાનું પાઉડર અને ચપટી બ્લેક સોલ્ટ મિક્સ કરીને તેનું નરણાં કોઠે સેવન કરો.

આ ડ્રિંકના ચમત્કારી ફાયદા

ગોળ એ દેશી વસ્તુ છે. તેનું સેવન કરવાથી પેટ સંબંધી પરેશાની નાશ પામે છે. સાથે જ ગોળવાળું પાણી પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ શરીરના આંતરડામાં જમા થયેલી ગંદકીને સાફ કરવામાં મદદ કરે છે. ગોળનું પાણી પીવાથી યૂરીન ખુલીને આવે છે, જેનાથી કિડનીઓ સ્વસ્થ રહે છે. શરીરના વિષાક્ત પદાર્થો દૂર થઈ જાય છે.

ઝડપથી દૂર કરશે ચરબીના થર

જો તમે તમારી સવારની શરૂઆત આ ડ્રિંકથી કરશો તો બહુ જ જોરદાર રિઝલ્ટ મળશે અને તમારું વજન ઓછું થતું દેખાશે. ગોળમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને ઝિંક હોય છે. જે શરીરમાં પોષક તત્વોની કમીને દૂર કરે છે. આ ડ્રિંક મેટાબોલિઝ્મને તેજ કરે છે. જેનાથી તમે તે ખાધું હોય તે સરળતાથી પચી જાય છે. આ શરીરમાં ફેટ જમા થતાં રોકે છે.

સ્કિન માટે પણ વરદાન છે

આ ડ્રિંક સ્કિન માટે પણ ખૂબ જ લાભકારી છે. તે શરીરના હાનિકારક ટોક્સિન્સ દૂર કરે છે. જેથી ચહેરા પર ગજબનો નિખાર આવે છે. સ્કિન સાફ રહે છે. ચહેરા પર પિંપલ્સ, કરચલીઓ થતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો