તમારા બાળકની હાઈટ નથી વધી રહી તો ખવડાવો આ સુપરફૂડ્સ, બાળકોની હાઈટ વધારવામાં આ ફૂડ્સ કરશે મદદ

બધાં ઈચ્છે છે કે તેમની હાઈટ સારી હોય, પણ ઘણાં અલગ-અલગ કારણોથી કેટલાક લોકોની હાઈટ વધી શકતી નથી. પણ જો બાળકોની હાઈટ વધારવી હોય તો તેમને ખવડાવો આ વસ્તુઓ.

આપણે બધાં જાણીએ છીએ કે એક ઉંમર બાદ હાઈટ વધતી નથી. આનુવંશિક કારણેની સાથે અન્ય કારણોથી પણ લંબાઈ વધતી નથી. જોકે, આ બધાંની સાથે ડાયટ પર મહત્વનો ભાગ ભજવે છે. જો તમારા બાળકની હાઈટ વધી નથી રહી તો તેમને અહીં જણાવેલા સુપરફૂડ્સ ખવડાવો.

બેરીઝ

બ્લૂબેરી, સ્ટ્રોબેરી અથવા રાસબેરીમમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં હોય છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ટિશ્યૂને રિપેર કરે છે. સાથે જ બાળકોની હાઈટ વધારવામાં મદદ કરે છે.

શાકભાજી

લીલાં શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમાં વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમની સાથે વિટામિન કે પણ હોય છે. જે હાડકાંઓનું ઘનત્વ વધારીને લંબાઈ વધારવામાં મદદ કરે છે.

ઈંડા

ઈંડામાં ભરપૂર પ્રોટીન અને પોષક તત્વો હોય છે. તે હાડકાઓને હેલ્ધી રાખવા માટે પણ જરૂરી છે. જો બાળકને રોજ ઈંડા ખવડાવવામાં આવે તો તેનાથી હાઈટ વધારવામાં મદદ મળી શકે છે.

બદામ

બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ હોય છે. તેમાં હેલ્ધી ફેટની સાથે ફાઈબર, મેંગનીઝ અને મેગ્નેશિયમ હોય છે. સાથે જ વિટામિન ઈ હોવાથી તે હાડકાંઓને હેલ્ધી રાખે છે અને લંબાઈ વધારવામાં મદદ કરે છે.

શક્કરિયા

વિટામિન એથી ભરપૂર શક્કરિયા હાડકાઓને હેલ્ધી રાખવાની સાથે બાળકોની હાઈટ વધારવામાંમ મદદ કરે છે. તેમાં સોલ્યૂબલ અને અનસોલ્યૂબલ તત્વ હોય છે. જે ડાયજેસ્ટિવ સિસ્ટમને હેલ્ધી રાખે છે. તેને ડાયટમાં બાળકોને ખવડાવવાથી લંબાઈ વધારવામાં મદદ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો