ઘરે બનાવો ગરમા ગરમ ચીઝ પનીર સમોસા, બે હાથે ખાશે લોકો જાણો બનાવવાની સરળ રીત

સમોસાનું નામ સાંભળતા જ કેટલાક લોકોને મોંમાં પાણી આવી જાય છે. તો કેટલાક લોકો ચીઝી ખાવાના શોખીન હોય છે તો આજે અમે તમારા માટે ચીઝ પનીર સમોસાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ટેસ્ટી હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી ચીઝ પનીર સમોસા…

સામગ્રી

  • ૨ કપ – મેંદો
  • 1 ચમચી – તેલ
  • ૨૦૦ ગ્રામ- છીણેલું પનીર
  • ૨૦૦ ગ્રામ – છીણેલું ચીઝ
  • 1 નંગ- સમારેલું કેપ્સિકમ
  • 1 ચમચી – ચીલી ફલેક્સ
  • 1 ચમચી – ઓરેગાનો
  • સ્વાદાનુસાર – મીઠું 

બનાવવાની રીત

સૌ પ્રથમ મેંદામાં તેલ અને મીઠુ ઉમેરી પૂરી જેવો લોટ બાંધી લો. એક બાઉલમાં સ્ટફિંગની બધી સામગ્રી લઇ મિક્સ કરો. લોટના લુઆ કરીને પરાઠાની સાઇઝના વણી વચ્ચેથી કાપો કરી બે ભાગ કરો. હવે એક ભાગ લઇ કોન શેપ બનાવી અંદર સ્ટફિંગ ભરી ધાર પર પાણી લગાવી સારી રીતે સીલ કરી ગરમ તેલ માં ફ્રાય કરી લો. તૈયાર છે ચીઝ પનીર સમોસા…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો