પીઓ ગરમા ગરમ આદુ-ટામેટાનો સૂપ, મટી જશે શરદી અને ઉધરસ જાણો બનાવવાની સરળ રીત

એક તરફ કોરોના તો બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. હવે આ વચ્ચે ઘણા લોકોને શરદી-ઉધરસની સમસ્યા થાય છે. તો ખાસ કરીને આદુ શરદી અને ઉધરસ માટે ફાયદાકારક માનવામાં આવે છે તો ટામેટાને રોગ પ્રતિકારક શક્તિ માટે ઉપયોગી માનવામાં આવે છે તો આજે અમે તમારા માટે આદુ-ટામેટાના સૂપની રેસિપી લઇને આવ્યા છીએ.

સામગ્રી

  • ૮ થી ૧૦ નંગ – ટામેટા
  • ૨ થી ૩ નાના ટુકડા – આદુ
  • ૧ ચમચી – ગોળ
  • ૧/૨ ચમચી – લાલ મરચું પાવડર
  • ૧ ચમચી – ગરમ મસાલો
  • ૨ નંગ – લીલી ડુંગળી ( સમારેલી )
  • ૨ નંગ – લીલા મરચાં ( સમારેલાં )
  • સ્વાદાનુસાર – મીઠું
  • વઘાર માટે ૧ ચમચી – ઘી તજ લવિંગ
  • ગાર્નિશ માટે – કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ ટામેટાને ધોઈને અડધા ટુકડા કરો. આદુની પણ છાલ ઉતારીને ટુકડા કરો. ત્યાર બાદ કુકરમાં આદુ અને ટામેટા થોડું મીઠું નાખી બાફવા મુકો. ૨ સીટી વગાડી અને ઠંડુ થવા મૂકો. ઠંડું પડે પછી મિક્સર જારમાં લઇ તેમાં ગોળ નાખી મિક્સ કરો. જો તમારે ગાળવું હોય તો ગાળી શકો છો પણ મિક્સરમાં ફેરવ્યા પછી ટામેટા કે આદુના છોડા રહેતા નથી. ત્યારબાદ ગેસ પર કડાઈમાં બટરને ગરમ કરવા મૂકો. ગેસની આંચ ધીમી રાખો તે પછી તેમાં તજ અને લવિંગ નાખો. તજ લવિંગ તતડે પછી સમારેલા ડુંગળી અને મરચા નાખો. તેમાં ગરમ મસાલો અને લાલ મરચું પાવડર પણ નાખી દો પછી હલાવો. ત્યાર બાદ સૂપ તેમાં રેડો અને ૧૦ મિનિટ ઉકાળો. તૈયાર છે આદુ ટોમેટો સૂપ. કોથમીર થી ગાર્નિશ કરી સૂપ ની મજા માણો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો