સંસદની કેન્ટીનમાં મળતા ભોજન પરની સબસિડી બંધ કરવામાં આવી, વાર્ષિક રૂપિયા 8 કરોડથી વધુ બચત થશે

સંસદની કેન્ટીનમાં સાંસદો અને અન્યોને ભોજન પર અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે આ માહિતી આપતા કહ્યું કે, બજેટસત્રમાં સંસદની કેન્ટીનમાં ભોજન મોંઘુ થઈ જશે. હવે ઉત્તર રેલવેના બદલે આઈટીડીસી સંસદ કેન્ટીનનું સંચાલન કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ નિર્ણયથી વર્ષે રૂ. આઠ કરોડની બચત થવાની આશા છે. કેન્ટીનને મળતી સબસિડી બંધ કરવાનું સૂચન ઓમ બિરલાએ જ આપ્યું હતું, જે મુદ્દે તમામ પક્ષે સંમતિ દર્શાવી હતી.

કેન્દ્રની ‌વેક્સિનેશન નીતિનો સાંસદો પર પણ અમલ થશે. સંસદમાં પણ 27-28 જાન્યુઆરીએ આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. 29 જાન્યુઆરીએ સંસદસત્રમાં રાજ્યસભાની કાર્યવાહી સવારે 9થી 2 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી સાંજે ચારથી રાત્રે આઠ વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન એક કલાકનો પ્રશ્નકાળ રખાશે.

સરકારે સંસદની કેન્ટીનમાં સબસિડીને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે આ અંગે જાહેરાત કરી હતી. હવે સંસદની કેન્ટીનની સબસિડી બંધ કરવામાં આવતા આશરે રૂપિયા 8 કરોડથી વધુ બચત થશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે બજેટ સત્રથી જ કેન્ટીનમાં સબસિડીનો અંત લાવવામાં આવી રહ્યો છે. હવે સંસદની કેન્ટીનમાં જે ભોજન મળતુ હતું તે મોંઘુ થઈ જશે. આ ઉપરાંત હવે આ કેન્ટીનનું સંચાલન ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ITDC) કરશે. જે અત્યાર સુધી નોર્થન રેલવે દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સબસિડીનો અંત આવતા લોકસભા સેક્રેટરિએટને વાર્ષિક રૂપિયા 8 કરોડ કરતા વધારે રકમની બચત થશે. હવેથી પાર્લામેન્ટ કેન્ટીનમાં ભોજનની પૂરી કિંમત વસૂલ કરવામાં આવશે.

​​​​​​​સાંસદો કરદાતાના પૈસે સસ્તુ ભોજન લેતા હોવાનો આરોપ લાગતો હતો

પાર્લામેન્ટની કેન્ટીનમાં મળતા ભોજન પર 80 ટકા સુધી સબસિડી આપવામાં આવતી હોવાનો મુદ્દે વર્ષ 2015થી જ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. સસ્તા ભોજનને લઈ અવાર-નવાર વિવાદ થયા છે. આ સાથે એવો તર્ક આપવામાં આવી રહ્યો હતો કે કરદાતાના પૈસાથી સાંસદો સસ્તા ભોજનની મજા માણી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો