સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન: બહાર જમવા નીકળેલા ન્યૂઝીલેન્ડના PMને રેસ્ટોરાંમાં ના મળી એન્ટ્રી, કાયદો બધાના માટે સરખો. ભારતમાં આવું કોઈ સ્વપ્ને પણ વિચારી શકે?

કોરોનાને પ્રસરતો અટકાવવામાં સફળ રહેલા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. જેનો અનુભવ હાલમાં જ પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે નીકળેલાં દેશનાં મહિલા વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્નને થયો હતો. તેઓ જે રેસ્ટોરાંમાં જમવા પહોંચ્યા હતા ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા કોઈ ખાલી જગ્યા ના હોવાથી પીએમને તેમાં એન્ટ્રી આપવાનો ઈનકાર કરી દેવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે કાફેમાં હાજર એક વ્યક્તિએ ટ્વીટ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગુરુવારથી ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસનો બીજા તબક્કાનો એક્શન પ્લાન અમલમાં આવ્યો છે. જેમાં રેસ્ટોરાં અને કાફે ખોલી દેવા મંજૂરી અપાઈ છે. જોકે, દરેક કસ્ટમરને એકબીજાથી એક મીટર દૂર બેસાડવા ફરજિયાત છે. આ ઉપરાંત, 10થી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ છે.

શનિવારે પોતાના પતિ સાથે બહાર જમવા નીકળેલા ન્યૂઝીલેન્ડના પીએમ એક રેસ્ટોરાંમાં પહોંચ્યા હતા. જોકે, ત્યાં જગ્યા ના હોવાથી તેમને એન્ટ્રી નહોતી અપાઈ. તેમણે થોડી વાર રાહ જોયા બાદ જગ્યા ખાલી થતાં તેમને એન્ટ્રી મળી હતી. આ સ્થિતિ માટે પીએમે પોતાને જ જવાબદાર ગણાવ્યા હતા, સાથે જ તેમણે રેસ્ટોરાં દ્વારા કસ્ટમર્સની સુરક્ષા માટે કાયદાનું જે કડકાઈથી પાલન કરાઈ રહ્યું છે તેના પણ વખાણ કર્યા હતા.

આ અંગે જે વ્યક્તિએ ટ્વીટ કર્યું હતું તેને જવાબ આપતા પીએમના પતિએ જણાવ્યું હતું કે તેમણે બહાર જમવાનો અગાઉથી પ્લાન નહોતો કર્યો અને ક્યાંય બુકિંગ પણ ના કર્યું હોવાથી આવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, તેમણે રેસ્ટોરાંની સર્વિસના ખૂબ વખાણ કર્યા હતા. ન્યૂઝીલેન્ડના પીએમે પણ કાયદાનું જે રીતે પાલન કરી એક સામાન્ય નાગરિકની માફક રેસ્ટોરાંની બહાર રાહ જોઈ તેના પણ ટ્વીટર પર ખૂબ જ વખાણ કરાઈ રહ્યાં છે.

ન્યૂઝીલેન્ડમાં કોરોનાના માત્ર 1,148 કન્ફર્મ કેસ નોંધાયા હતા, જેમાંથી 21 લોકોનાં મોત થયા હતા. સાત સપ્તાહ સુધી દેશમાં લોકડાઉન રાખવામાં આવ્યું હતું, જેમાં ગત ગુરુવારે જ રાહત આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો