ફ્લાયઓવર પરથી પલટી મારીને કાર રમકડાની જેમ નીચે પટકાઈ, કોઈનો ચમત્કારીક બચાવ તો કોઈના પર ત્રાટક્યું મોત, જુઓ શોકિંગ વિડિઓ

હૈદરાબાદમાં ગચ્ચી બાવલી અને હાઈટેક સીટીની વચ્ચે બનેલ બાયોડાઈવર્સિટી ફ્લાયઓવર પર ફરી અકસ્માત સર્જાયો છે. આ સપ્તાહનો આ બીજો અકસ્માત છે જેણે ફરી એકનો ભોગ લીધો છે. શનિવારે આ ફ્લાયઓવર પરથી પસાર થઈ રહેલી કાર ઉપરથી સીધી જ નીચે પડી હતી. જેના કારણે એક મહિલાનું મોત અને અનેક લોકો ઘાયલ થયા છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે ફ્લાયઓવર પરથી ફંગોળાયેલી કાર જે ઝાડ સાથે અથડાઈ હતી તે પણ હતું નહતું થઈ ગયું હતું. નીચેથી પસાર થઈ રહેલી એક યુવતીનો ચમત્કારીક બચાવ થયો હતો તો તેનાથી થોડે આગળ જ ચાલતી એક મહિલાનું મોત થયું હતું. કારની હડફેટે આવતાં જ અન્ય 9 લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને તત્કાળ જ સારવાર માટે દાખલ કરાયા હતા.આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવતાં જ વાઈરલ થવા લાગ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર હવામાં ફંગોળાઈને સીધી જ નીચે પટકાય છે. આ દુર્ઘટનાના કારણે કલાકો સુધી ત્યાં ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.આખીઘટના બાદ આ ફ્લાયઓવરને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાયો છે. તો મેયરે પણ મૃતકને પાંચ લાખની સહાય આપવાની અને ઘાયલોને સારવાર આપવાની જાહેરાત કરી છે.

તમને જણાવી દઈએ હજુ થોડા સમય અગાઉ જ લોકો માટે ખુલ્લા મૂકાયેલા આ ફ્લાયઓવર પણ થોડા દિવસો પહેલાં જ અકસ્માતના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે આજે સર્જાયેલા અકસ્માતમાં પણ કારચાલકે સ્પીડમાં ટર્ન લેવા જતાં જ કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે કાર ધડાકાભેર અથડાઈને સીધી જ નીચે પટકાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો