દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ, 43 સીટર બસ મુંબઈ-પુણે વચ્ચે ચાલશે

દેશની પહેલી ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. તે મુંબઇ-પુણે વચ્ચે દોડશે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે આ ઇલેક્ટ્રિક બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ 4-5 વર્ષમાં દેશના હાઇવે પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક બસો દોડતી જોવા માગે છે. આ લક્ઝરી બસમાં 43 લોકો બેસી શકશે. ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસ સુરક્ષાની દૃષ્ટિએ પણ બહુ સેફ છે.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્ય સરકારો અને ખાનગી ઓપરેટર્સ લગભગ 10,000 ઇ-બસ ખરીદવાના છે. તેથી, તેઓ ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાની પણ યોજના બનાવી રહ્યા છે. કેન્દ્ર સરકારે દેશમાં ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધાં છે. ઇ-વાહનો ઉપર સબસિડી પણ આપવામાં આવી રહી છે. આ વ્હીકલ્સનું રજિસ્ટ્રેશન અને રોડ ચાર્જ પણ માફ કરવામાં આવ્યો છે.

એકવાર ચાર્જ થવા પર આ બસ 300 કિમી સુધી ચાલી શકે છે. આ બસ 1300 ઇ-બસ સંચાલિત કરતી કંપની પ્રસન્ન પર્પલ મોબિલીટી સોલ્યુશન દ્વારા ચલાવવામાં આવી રહી છે. કંપની આવી બસોને અન્ય શહેરોમાં પણ શરૂ કરવાની છે.

ડ્રાઇવર પર ખાસ સેંન્સર નજર રાખશે

આ ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસમાં 6 કેમેરા લાગેલા છે, જેના માધ્યમથી પેસેન્જર્સ ડ્રાઇવર પર નજર રાખી શકશે. જો ડ્રાઇવરને ઊંઘ આવી રહી હોય અને જો કદાચ તેનું ઝોકું આવી જાય તો બસમાં લાગેલું આ સ્પેશિયલ ફીચર કામ કરશે અને તે સેન્સર દ્વારા પેસેન્જર્સને સૂચિત કરી દેશે. આ બસમાં મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક પેનિક બટન પણ આપવામાં આવ્યું છે. આ બટન દબાવતાં એક નોટિફિકેશન નજીકના પોલિસ સ્ટેશનમાં જતું રહેશે.

બેટરી

આ ઇલેક્ટ્રિક બસમાં 360KVની બેટરી લગાવવામાં આવી છે, જે ફુલ ચાર્જ થયા બાદ 300 કિમીનું અંતર કાપી શકે છે. ઇલેક્ટ્રિક ઇન્ટરસિટી બસની લંબાઈ આશરે 9 મીટર છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો