બાળકને લિફ્ટમાં એકલું મોકલતા પહેલા સાચવજો, ધારાવીમાં 5 વર્ષના બાળકનું લિફ્ટ અને ફ્લોરના દરવાજા વચ્ચે ફસાતાં કમકમાટીભર્યું મોત

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi) વિસ્તારમાં રૂંવાડા ઊભા કરી દેનારી ઘટનામાં પાંચ વર્ષના એક બાળકનું લિફ્ટમાં ફસાઈ (Lift Accident) જતાં મોત થયું છે. બાળક પોતાની બહેનોની સાથે લિફ્ટથી ચોથા માળ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો. ચોથા માળ પર પહોંચ્યા બાદ ગ્રિલ અને લાકડાના દરવાજો ખોલીને બહેનો તો બહાર જતી રહી પરંતુ બાળક દરવાજા અને ગ્રિલની વચ્ચે ફસાઈ ગયો. એટલામાં જ લિફ્ટ શરૂ થઈ અને તે ઘસડાતો ગયો. જોતજોતામાં જ બહેનોની સામે જ બાળકનું કરૂણ મોત થઈ ગયું.

પોલીસને મળેલી જાણકારી મુજબ પાંચ વર્ષના મોહમ્મદ હુજૈફા સરફરાજ શેખ પોતાની સાત વર્ષ અને ત્રણ વર્ષની પોતાની બહેનની સાથે સામાન લેવા ગયો હતો. ત્રણેય બાળક પર ઘરે જતી સમયે તેઓએ ચોથા માળ પર જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો. આ લિફ્ટમાં દરવાજા બાદ એક ગ્રિલ લાગેલી હોય છે. મળતી માહિતી મુજબ ચોથા માળ પર પહોંચ્યા બાદ બંને બહેનો તો ત્યાંથી નીકળી ગઈ. પરંતુ મોહમ્મદ હુજૈફા ગ્રિલથી તો બહાર આવી ગયો પરંતુ દરવાજાની પાછળ જ રહી ગયો. આ દરમિયાન ચાલુ થઈ ગઈ અને બાળકમાં લિફ્ટમાં ઘસડાવા લાગ્યો.

સાહૂ નગર પોલીસે મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ નાના બાળકોને એકલા લિફ્ટમાં ન મોકલે. ધારાવીના પાલવાડીના કોઝી શેલ્ટર બિલ્ડિંગમાં બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો