કાશ્મીરમાં 21 રાષ્ટ્રીય રાઈફલના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા
હંદવાડામાં શનિવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓ પણ માર્યા છે. આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક ઘરમાં સેનાના જવાનોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ઘરના સભ્યોને બંધક બનાવીને રાખ્યા હતા. તેઓને બચાવવા માટે સેના અને પોલીસની ટીમ ગઈ હતી. આ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે.
આ અથડામણમાં શહીદ થનાર કર્નલ આશુતોષ સાથે મેજર અનુજ, સબ ઈસ્પેક્ટર શકીલ કાઝી, એક લાંસ નાયક અને એક રાયફલમેનનો સમાવેશ થાય છે. આ અથડામણ હંદવાડાના છાંજીમુલ્લાહ ગામમાં શનિવાર બપોરે ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. 21 રાષ્ટ્રીય રાયફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્માને ગત વર્ષે બીજીવાર સેના મેડલ મળ્યો હતો. તેઓ ગાર્ડ્સ રેજિમેન્ટમાંથી હતા અને અલ્હાબાદના રહેવાસી હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પાંચ વર્ષ પછી આતંકી અથડામણમાં કમાંડિંગ ઓફિસર શહિદ
- સેનાએ જમ્મુ કાશ્મીરમાં પાંચ વર્ષ પછી આતંકવાદી અથડામણમાં કમાંડિંગ ઓફિસર ગુમવ્યા છે. આ પહેલા 2015માં કુપવાડામાં હાજીનાક જંગલમાં આતંકી અથડામણમાં 41 રાષ્ટ્રીય રાયફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ સંતોષ મહાડિક શહીદ થયા હતા. તેઓ મહારાષ્ટ્રના રહેવાસી હતા. કર્નલ સંતોષ મહાડિકની પત્ની સ્વાતીએ 2017માં સેના જોઈન કરી હતી.
- કાશ્મીરના કોર કમાંડર રહી ચૂકેલા રિટાયર્ડ લેફ્ટિનેટ જનરલ સતીશ દુઆ મુજબ હું આ બહાદૂરોની કુર્બાનીને સલામ કરું છું. જ્યા એક બાજુ દુ:ખ છે અને બીજી બાજુ ગર્વ છે.
આ વર્ષે અત્યાર સુધીમાં 62 આતંકીઓ માર્યા ગયા
આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ આતંકવાદી સાથેની અથડામણમાં 62 લોકો માર્યા ગયા છે. લોકડાઉન વચ્ચે પણ આતંકવાદીઓના હુમલા યથાવત છે.
10 કલાક ચાલેલા એન્કાઉન્ટરની સમગ્ર કહાની
શનિવારે સેનાને જાણ થઈ હતી કે હંદવાડાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે. ત્યાર પછી સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલું કર્યું હતું. જોકે તેમાં કોઈ આતંકી ઝડપાયો ન હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સેનાને ફરી જાણ થઈ કે જંગલ વિસ્તારમાં ત્રણ કિમી દૂર છાજીમુલ્લાહ ગામમાં એક ઘરમાં આતંકવાદીઓ છૂપાયેલા છે. અને તેઓએ ઘરના સભ્યોને બંધક બનાવ્યા છે.
આર્મીએ આ બંધકોને છોડાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમનું નેતૃત્વ 21 રાયફલ્સના કમાંડિંગ ઓફિસર આશુતોષ શર્માએ કર્યું હતું. તેમની સાથે એક મેજર અને જમ્મુ-કાશ્મીરના પોલીસ જવાનો મળીને પાંચ લોકોની ટીમ હતી.
જવાનોએ ઘરમાં દાખલ થઈને ઘરના સભ્યોને સુરક્ષિત રીતે બહાર નિકાળ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળાબાર કર્યો શરૂ કર્યો હતો. આ દરમિયાન જવાનો સાથે સંપર્ક તૂટી ગયો હતો. માનવમાં આવી રહ્યું હતું કે આતંકવાદીઓએ જવાનોના કોમ્યુનિકેશન ડિવાઈસ લઈ લીધા હશે.
અથડામણવાળા વિસ્તારમાં આખી રાત ભારે વરસાદ પણ પડી રહ્યો હતો અને અથડામણ પણ ચાલું હતી.રવિવારે સવારે 7 વાગ્યે ફાયરિંગ બંધ થયું. આ દરમિયાન સેનાએ ઘરની તપાસ કરી તો જાણ થઈ કે આ અથડામણમાં કર્નલ સહિત પાંચ જવાન સહીદ થયા છે અને બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
શહીદ થનાર જવાનો
- કર્નલ આશુતોષ શર્મા, 21 રાષ્ટ્રીય રાયફલ્સ, 19 ગાર્ડ્સ
- મેજર અનુજ સૂદ, 21 રાષ્ટ્રીય રાયફલ્સ, 19 ગાર્ડ્સ
- નાયક રાજેશ, 21 રાષ્ટ્રીય રાયફલ્સ, 3 ગાર્ડ્સ
- લાંસ નાયક દિનેશ, 21 રાષ્ટ્રીય રાયફલ્સ, 17 ગાર્ડ્સ
- સબ ઈન્સ્પેક્ટર શકીલ કાજી, જમ્મુ-કાશ્મીર પોલીસ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

