હચમચાવી દેતો બનાવ: આર્થિક તંગીમાં પરિવારના પાંચ સભ્યોએ કર્યો આપઘાત, કોલસા વેચીને ચલાવતા હતા ગુજરાન

બિહારના સુપૌલમાં આર્થિક તંગીથી પરેશાન થઈને એક પરિવારના પાંચ લોકોએ આપઘાત કરી લીધો છે. માતા-પિતા અને ત્રણ બાળકોએ સામુહિક આપઘાત કરી લીધો છે. સમાચાર સામે આવતા જ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કેસ રાધોપુર પોલીસ મથક હેઠળ આવતા ગદ્દી ગામનો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, છેલ્લા શનિવારે આ પરિવારના સભ્યોને જોયા હતા. જે બાદમાં પરિવારનું કોઈ સભ્ય જોવા મળ્યું ન હતું. આજે અચાનક પરિવારના તમામ લોકોએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીઘાનું જાણવા મળ્યું હતું. પાંચ લોકોના સામુહિક આપઘાતની વાત જાણીને પોલીસ દોડી આવી હતી. પોલીસે જોયું તો તમામના મૃતદેહ ફાંસીએ લટકી રહ્યા હતા.

ગદ્દી ગામના મિશ્રીલાલ સાહના પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કરી લીધો છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એફએસએલની ટીમની તપાસ બાદ જ વધારે વિગત મળશે. એસપીએ જણાવ્યું હતું કે વિસ્તૃત તપાસ બાદ જ હકીકત સામે આવશે.

રાધોપુરના ગદ્દી ગામના લોકોએ મૃતક મિશ્રીલાલ સાહ અને પરિવાર અંગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી પરિવાર કોલસો વેચીને ગુજરાન ચલાવતો હતો. આર્થિક તંગીને કારણે મિશ્રીલાલ સાહે પોતાની વડવાઓની જમીન વેચી નાખી હતી. લોકોના જણાવ્યા પ્રમાણે પરિવારના સભ્યો છેલ્લા થોડા દિવસોથી ગામના લોકો સાથે વાતચીત કરતા ન હતા. પરિવારના પાંચ સભ્યોએ એક સાથે આપઘાત કરી લેતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. ગત દિવસોમાં વડોદરામાં પણ એક સોની પરિવારે આર્થિક તંગીને કારણે આપઘાત કરી લીધો હતો.

ઓડિશા વિધાનસભામાં શુક્રવારે બીજેપી ધારાસભ્ય સુભાષચંદ્ર પાણીગ્રહીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે આક્ષેપ લગાવ્યો કે સરકાર ખેડૂતોનું ધાન્ય ખરીદવા અંગે નથી વિચારી રહી. આ મુદ્દા વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન સુભાષચંદ્ર પાણીગ્રહીએ બોટલમાંથી સેનિટાઈઝર પીવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં તેમની તાત્કાલિક ડૉક્ટરી તપાસ કરવામાં આવી હતી. હાલ તેમની તબિયત સારી છે.

બીજેપીના ધારાસભ્યએ કહ્યુ કે સરકાર ખેડૂતોના હિત માટે કામ કરવાના મોટાં મોટાં વચનો આપે છે પરંતુ જમીન પરની વાસ્તવિકતા કંઈક અલગ છે. મારી પાસે આવું પગલું ભરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો