ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ગઢડા પોલીસે પ્રથમ વખત સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી, વિધાનસભાની પેટાચૂંટણીના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા

ગઢડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 9 ઓક્ટોબરના રોજ ગઢડા પટેલ સમાજની વાડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગોરધન ઝડફિયા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે કાર્યકરો અને નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં ભાજપ વિરૂદ્ધ ગઢડા પોલીસે પ્રથમ વખત સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી છે. ગઢડા શહેર યુવા ભાજપના મહામંત્રી વિરૂદ્ધ હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી છે.

કોરોના સંક્રમણના ભય વગર કાર્યાલયના ઉદઘાટનમાં લોકો એકત્ર કર્યા હતા

ઉદઘાટન સમયે યોજાયેલી સભામાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સોશ્યલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂકીને કારોના સંક્રમણના ભય વગર કોરોનાની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. પોલીસે શહેર યુવા ભાજપ મહામંત્રી દિપક સોની વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક તરફ કોરોના વાયરસને લઈને નવરાત્રી સહિતના આયોજનોને મંજૂરી આપવામાં આવતી નથી ત્યારે બીજી તરફ ચૂંટણીને લઇને રાજકીય પક્ષો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ઊલાળિયો કરી રહ્યા છે તેને લઇને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોધાવી

ગઢડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જામસંગભાઈ ડોડીયાએ ગઢડા ભાજપ યુવા મહામંત્રી દિપક સોની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી હોય ત્યારે અનલોક 5માં ગુજરાત સરકાર દ્વારા જાહેર સભાની ગાઈડલાઈન જાહેર કરી નથી. ખાનગી સ્થળોએ સભા કે મિટિંગ જેવા સામુહિક કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. તેમ છતાં દિપક સોની દ્વારા આયોજીત કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં લોકો એકત્રિત કરી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું માલુમ પડ્યું હતું. આથી દિપક સોની વિરૂદ્ધ સરકારની ગાઈડલાઈન ભંગ કરી ઈ.પી.કો. કલમ 188 મુજબનો ગુનો દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો