લોકડાઉન બાદ વાતાવરણ ચોખ્ખુ થતા પહેલી વાર… 40 કિમી દૂરથી જ સાપુતારાની ગિરિમાળા દેખાઈ

કોરોના લોકડાઉન બાદ ગુજરાતના એક માત્ર ગિરિમથક સાપુતારાની ગિરિકંદરામાં હરિયાળી છવાઈ ગઈ છે. સાપુતારાની ટોચ પરથી નજર કરીએ તો 40 કિ.મી. દૂર આહવાના ઘરો અને 60 કિમી દૂર ડોન પર્વત પર છુટા છવાયા ઝૂંપડાઓ સ્પષ્ટ નજરે ચડે છે, એજ રીતે ડોન પર્વત અને આહવાના ઘરોમાંથી સાપુતારાની ગિરિમાળા દેખાય છે. જે આ લોકડાઉન બાદ જ શક્ય થયુ છે. આ પહેલા આ વિસ્તારોમાં ભેજના કારણે ધૂંધળું દેખાતું હતું. ગુરુવારે આંખો દિવસ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જેને પગલે દિવસનું 30 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સુર્યાસ્ત બાદ વાતાવરણ ઠંડુંગાર બની જતા આહલાદક રહ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પ્રદુષણમાંથી મુક્તિ મળતા વાતાવરણમાં નવી તાજગી આવી

સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીમાં ઇજારદાર દ્વારા ઉઘરાવાતા ટોલટેક્સમાં સાપુતારામાં દરરોજ 10 હજારથી વધુ વાહનો અવરજવર કરતા હોય એક મહિનાનો 98 લાખ ઇજારાની રકમ નોટિફાઇડમાં જમા થતી હતી. પરંતુ વાહનો થંભી જતાં ટોલની આવક ભલે બંધ થઇ પણ વાહનોના ધુમાડાના પ્રદુષણમાંથી મુક્તિ મળતા વાતાવરણમાં નવી તાજગી આવી ગઇ છે. સાપુતારામાં 12 મોટી હોટલો અને 10 નાની મોટી રેસ્ટોરન્ટ આવેલ છે. તે પણ બંધ રહેતા બળતણ અને ગેસનું પ્રદૂષણ પણ બંધ થયું છે.

36 વર્ષની નોકરીમાં સાપુતારામાં આટલુ ચોખ્ખુ વાતાવરણ નથી જોયું

ડાંગમાં મેં મારી 36 વર્ષની નોકરી દરમિયાન પહેલી વખત જ લોકડાઉનના કારણે વાતાવરણ આટલું ચોખ્ખુ જોયું છે, ડાંગ જિલ્લામાં નોકરીમાં જોડાયા ત્યારે આવોજ માહોલ જોવા મળતો હતો. – નવનીતભાઈ ગાવીત, નાયબ મામલતદાર, નોટિફાઇડ કચેરી, સાપુતારા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો