આવા ભંગાર રસ્તાનો શેનો ટોલટેક્સ? ગીર-સોમનાથમાં ટોલનાકે વાહનચાલકોએ કરી બબાલ, જુઓ વીડિયો

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ બાદ અનેક હાઈવે ધોવાઈ ગયા છે. જો કે તેમ છતાંય ટોલટેક્સ ઉઘરાવાઈ રહ્યો હોવાથી વાહનચાલકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આવી જ એક ઘટનાનો વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં ગીર-સોમનાથ જિલ્લામાં કેટલાક વાહનચાલક પહેલા રસ્તા સરખા કરાવો, પછી ટોલ ટેક્સ આપીશ તેમ કહી ટોલ આપવા આનાકાની કરી રહ્યા છે, અને રસ્તો બનાવનારી કંપનીના ચીફ એન્જિનિયર સામે પોલીસ ફરિયાદ કરવાની ચિમકી આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત વિગતો અનુસાર, આ વિડીયો ડારી ટોલનાકાનો છે. જ્યાં કેટલાક વાહનચાલકોએ ખરાબ રસ્તાની ફરિયાદ કરતા ટોલટેક્સ આપવાનો ઈનકાર કરી દેતા બબાલ થઈ હતી. લોકોએ રસ્તો આટલો ખરાબ છે, તો પૈસા શેના આપવાના તેમ કહી ટોલ ટેક્સ આપવાનો ઈનકાર કરી દીધો હતો. કેશોદથી સોમનાથ આવી રહેલા એક કારચાલકે તો એવી પણ દલીલ કરી હતી કે આ રોડ ગાડી ચલાવવાને લાયક જ નથી, તમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને અહીં જ બોલાવો અમારે તેની સામે ફરિયાદ નોંધાવવી છે. કારચાલકે એન્જિનિયર સામે સદોષ માનવવધની ફરિયાદ નોંધાવવાની પણ ચિમકી આપી હતી.

વાહનચાલકોએ જણાવ્યું હતું કે, આ માથાકૂટ અમે પૈસા ના આપવા પડે તે માટે નથી કરતા, પરંતુ આ રસ્તો એટલો બધો ખરાબ છે કે તેના કારણે જીવલેણ અકસ્માત થઈ શકે છે. ટોલનાકાના સ્ટાફે રોડની ફરિયાદ માટે જણાવ્યું હતું જો કે વાહનચાલકે આ મામલે પોલીસ ફરિયાદ કરવાનો જ આગ્રહ કરતા ટોલ ઉઘરાવી રહેલો સ્ટાફ પણ મૂંઝાઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો