પવિત્ર અમરનાથ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પ્રથમ તસવીર આવી સામે, 46 દિવસ ચાલશે યાત્રા

જમ્મુ-કાશ્મીર આવેલા પવિત્ર અમરનાખ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગ પૂર્ણ આકારમાં છે. અમરનાથ યાત્રા એક જૂલાઈથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ 46 દિવસ સુધી ભોલેનાથના દર્શન કરી શકશે.

અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈને 15 ઓગસ્ટ સુધી ચાલશે.. રાજ્યપાલ સત્યપાલ મલિકે તૈયારીઓ અંગે બેઠક કરી છે

સુરક્ષાને ધ્યાનમાં રાખીઅનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલ માર્ગ પર અંદાજે પાંચ હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવશે. જો કે હાલ કાશ્મીરમાં હિમવર્ષાને કારણે યાત્રાના રસ્તાઓ પર અને પહાડો પર બરફ છવાયો છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે યાત્રાની તૈયારીઓ અંગે બેઠક કરી છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન એપ્રિલ મહિનાથી શરૂ થઈ ગયા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો