કોરોનાની તપાસ માટે પહેલી સ્વદેશી ટેસ્ટ કિટ તૈયાર, 10 મિનિટમાં આપશે પરિણામ, એક ટેસ્ટ 1000 રૂપિયામાં થશે, ICMRની મંજૂરી બાકી

દેશની લેબમાં કોવિડ-19ની તપાસ કરનારી પહેલી સ્વદેશી ડાયગ્નોસ્ટિક કિટ વિકસિત કરવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કીટથી10 મિનિટમાં ટેસ્ટનું પરિણામ મળી જશે. આ ટેસ્ટના પહેલા સ્ક્રિનીંગની પણ જરૂર જ નહીં હોય. અત્યારે આને મંજૂરી માટે ICMR પાસે મોકલવામાં આવશે. અત્યાર સુધી દેશની માન્યતા પ્રાપ્ત વિશેષ સરકારી તથા ખાનગી લેબમાં પીસીઆર(પોલીમર ચેઈન રિએક્શન) ટેકનીક દ્વારા કોવિડ-19ની તપાસ થઈ રહી છે. જેમાં પ્રતિ ટેસ્ટ દોઢ હજાર રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વાઈરસના જીનના બે ભાગની ઓળખ કરે છે
સાયન્સએન્ડ ટેક્નોલોજી વિભાગ સાથે જોડાયેલી તિરુવનંતપુરમની સંસ્થા શ્રીચિત્રા ઈન્સ્ટીટ્યૂટ ફોર મેડિકલ સાઈન્સ એન્ડ ટેક્નોલોજીએ ત્રણ સપ્તાહમાં કોવિડ-19ની તપાસની ટેસ્ટિંગ કીટ વિકસીત કરવામાં આવી છે. આ સાર્સ કોવ-2ના એન જીનની ઓળખ કરવામાં સક્ષમ થશે. ડીએસટીના સચિવ પ્રો. આશુતોષ શર્માએ કહ્યું કે, આ કીટ આ વાઈરસના જીનના બે ભાગની ઓળખ કરી શકશે. આનાથી જીનના મ્યૂટેશન અંગે માહિતી ફટાફટ મળી જશે.

ત્રણ સપ્તાહમાં હોસ્પિટલમાં આવી જશે
આ મિશનનો ખર્ચ લગભગ દોઢ લાખ રૂપિયા આવ્યો છે અને પ્રતિ ટેસ્ટ ખર્ચ એક હજાર રૂપિયા આવશે. આગામી ત્રણ સપ્તાહથી એક મહિનાની અંદર આ કીટ હોસ્પિટલ સ્તરની લેબમાં ટેસ્ટ માટે ઉપલ્બ્ધ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો