સુરતમાં બારડોલીના લેઉવા પાટીદાર સમાજના બ્રેઈનડેડ મહિલાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિને નવજીવન મળ્યું

સુરતના બારડોલીના લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ મહિલાના પરિવારે તેણીના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. કોરોનાની બીજી લહેર પછી રાજ્યમાં સુરતમાંથી હૃદય અને ફેફસાના દાનની આ સૌ પ્રથમ ઘટના છે. ડોનેટ લાઇફ દ્વારા સુરતમાંથી 32મી વખત હૃદય અને 7મી વખત ફેફસાનું દાન કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામમાં આવેલા ટેકરા ફળિયામાં રહેતા કામિનીબેન ભરતભાઈ પટેલ (ઉ.વ.46) ગત તા.17મીએ સવારે પથારીમાંથી ઉભા થવા જતા તેઓ ઉભા થઈ શક્યા નહોતા. જેને પગલે પરિવારે ડોક્ટરને બોલાવી તપાસ કરાવતા કામિનીબહેનનું બ્લડપ્રેશર ખુબ જ વધી ગયું હોવાની ખબર પડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અહીં સીટી સ્કેન સહિતની તપાસ કરાવતા કામિનીબેનને બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થતાં વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કરાયો હતો. દરમિયાન ગત તા. 5મીએ તબીબોની ટીમે કામિનીબેનને બ્રેઈનડેડ ઘોષિત કર્યા હતા. ત્યારબાદ પરિવારે કામિનીબેનનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લેતા ડોનેટ લાઈફની ટીમનો સંપર્ક કરી તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન મળ્યું હતું.

કોરોનામાં ફેફસાં ખરાબ થયાં હતા, તે મહિલામાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરાયાં
કામિનીબનેના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની હોસ્પિટલમાં મુંબઈની રહેવાસી 46વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હવાઈમાર્ગે સુરતથી હૈદરાબાદ સુધીનું 940 કિમીનું અંતર 160 મિનિટમાં કાપી મહારાષ્ટ્ર, જલગાંવની 31 વર્ષીય મહિલામાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

આ મહિલાના ફેફસા કોરોનાને કારણે ખરાબ થઈ ગયા હતા. અને તેણીની સારવાર મેડિકલના મશીનો પર ચાલી રહી હતી, જ્યારે કામિનીબેનની એક કિડની અમદાવાદની 30 વર્ષીય મહિલા, બીજી કિડની અને લિવર અમદાવાદની 27 વર્ષીય મહિલા અને ભાવનગરમાં 58 વર્ષીય આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો