વિશ્વનું સૌપ્રથમ બ્લાઈન્ડ કપલનું પ્રી-વેડીંગ ફોટોશૂટઃ અમરેકામાં રહેતા ચાંદની પટેલ અને પારસ એરેન્જ મેરેજથી બંધાશે લગ્નના બંધને

સુરતઃ વિશ્વમાં પહેલી વખત સુરતના ફોટોગ્રાફરે બ્લાઈન્ડ કપલ માટે પ્રિ-વિડિંગ શૂટ કરવામાં આવ્યું છે. યુએસમાં રહેતા પારસ અને ચાંદની પટેલના લવ મરેજ છે. ચોથી જાન્યુઆરીના રોજ નવસારીમાં લગ્ન કરનારા આ કપનલું ફોટોશૂટ માત્ર બે દિવસમાં આગ્રાના તાજ મહેલમાં તેમના પ્રિ-વેડિંગ વીડિયો શૂટ કરવામાં આવ્યું હતું. સામાન્ય ફોટોશૂટથી અલગ આ ફોટોશૂટ બનાવતી વખતે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

2 દિવસમાં એક પણ રિટેક વગર બનાવવામાં આવ્યો વીડિયો

અમરેકામાં રહેતા ચાંદની પટેલ અને પારસ પ્રેમના તાંતણે બંધાયા બાદ લગ્નની વેદીએ ચાર ફેરા ફરતાં અગાઉ આશિષ તાજ ફોટોગ્રાફીના આશિષ પટેલ દ્વારા પ્રી વેડીંગ ફોટોશૂટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફોટો શૂટની પરિવાર, સરકાર વગેરેની મુશ્કેલીઓને પાર પાડ્યા બાદ આશિષભાઈએ જણાવ્યું હતું કે, ને ચાંદની અને પારસને પહેલાં પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. તેમને હાથ કેટલો આગળ લાવવાનો છે..? કેટલાં ડગલાં ફરવાના છે..? હાથ કેટલો ઉંચો કરવાનો છે અને કેવી રીતે એક્સપ્રેશન આપવાના છે તે તમામ બાબતોની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. ત્યાર બાત તેનું શૂટિંગ કરવામાં આવતું હતું. ચાંદની અને પારસ બ્લાઈન્ડ હોવા છતાં એક પણ રિટેક કરવો પડ્યો નથી.

 

પહેલી ‌વખત બ્રેઈલ લીપી આલ્બમ બનાવવામાં આવશે 

સામાન્ય માણસના લગ્ન હોય તો તે ફોટોગ્રાફ જોઈ શકે છે. પરંતુ આ કપલ બ્લાઈન્ડ હોવાથી તે જોઈ શકતું નથી. આલ્બમને ફીલ કરી શકે તે માટે ખાસ વિશ્વમાં પહેલી વખત બ્રેઈલલીપી આલ્બમ તૈયાર કરવામાં આવશે. આલ્બમ માટે કપલના અલગ અલગ મુવમેન્ટમાં 30 ફોટોગ્રાફ પાડવામાં આવ્યા છે. ફોટાની ડાબી સાઈડની જગ્યામાં બ્રેઈલ લીપીથી ફોટોગ્રાફની ડિટેઈલ લખવમાં આવશે. આજુબાજુમાં કેવું વાતાવરણ છે તે લખવામાં આવશે. આલ્બમ યુ.એસ.ની કંપની પાસે તૈયાર કરાવડાવવામાં આવશે.

પહેલી ‌વખત બ્રેઈલ લીપી આલ્બમ બનાવવામાં આવશે

આ લોકેશન પર શૂટ કરવામાં આવ્યો છે વીડિયો 

2 મિનીટનો વીડિયો માત્ર બે દિવસમાં શૂટ કરવામાં આવ્યો છે. તાજ મહેલની અંદરના અલગ અલગ લોકેશનન પર પ્રિ વેડિંગ વિડિયો શૂટ કરવામાં આવ્યો છે. જેમાં તાજ મહેલ ઈનસાઈડ, યમુના નદી, ધોબી ઘાટ અને તાજ મહેલની બેક સાઈડમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. 7 વર્ષમાં બાદ આ રીતે આલ્બમ શૂટ કરવા માટેની પરમીશન આપવામાં આવી છે.

આ લોકેશન પર શૂટ કરવામાં આવ્યો છે વીડિયો
આ લોકેશન પર શૂટ કરવામાં આવ્યો છે વીડિયો

અલગ અનુભવ રહ્યોઃઆષિશભાઈ 

અમે તાજ મહેલની અંદર શૂટિંગ કરી રહ્યા હતાં ત્યારે લોકો તાજ મહેલ જોવાનું ભૂલીને અમારા શૂટિંગને જોવા આવી જતાં હતાં. શૂટિંગ પતાવીને અમારું પેકઅપ કરી રહ્યા હતાં. ત્યારે એક માણસે આવીને મને કહ્યું કે, મારે આ બ્લાઈન્ડ કપલ સાથે ફોટોગ્રાફ લેવો છે. પાછળથી મને ખબર પડી કે, જે માણસ ફોટોગ્રાફ લેવા આવ્યો હતો તે માણસે કાબીલ ફિલ્મમાં આંધળા માણસનો રોલ કર્યો હતો. વિશ્વમાં પહેલી વખત બ્લાઈન્ડ કપલનું પ્રિ વેડિંગ વિડિયો શૂટ કરવામાં આવ્યું છે.- આશિષ તાજ, ફોટોગ્રાફર

અલગ અનુભવ રહ્યોઃઆષિશભાઈ
અલગ અનુભવ રહ્યોઃઆષિશભાઈ

પારસ શાહ એપ્પલ કંપનીમાં જોબ કરે છે 

પારસ શાહ એપ્પલ કંપનીમાં બ્લાઈન્ડ લોકો માટે બનતી એપ્લિકેશન ટેસ્ટિંગનું કામ કરે છે. જ્યારે ચાંદની પટેલ સિંગર છે અને બીજી એક કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ કરે છે. બન્ને વચ્ચે ફોન પર પ્રેમ થયા બાદ લગ્ન કરવાનું નક્કી થયું હતું. અને ભારતમાં આવીને લગ્નના બંધને બંધાવાનું નક્કી કર્યું હતું.

પારસ શાહ એપ્પલ કંપનીમાં જોબ કરે છે

ફિલ કરી શકે તેવા લગ્નનું આયોજન કરવામાં આવ્યુ

 

ચાંદની અને પારસના લગ્ન 4થી જાન્યુઆરીના રોજ નવસારીમાં છે. કપલ લગ્નને માણી શકે તે માટે લગ્નમાં મ્યુઝિક અને ફ્રેગ્રન્સ થીમ પસંદ કરવમાં આવી છે. જેમાં રોજ અલગ અલગ સંગીત અને અલગ અલગ ફ્રેગ્રન્સ પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ફિલ કરી શકે તેવા લગ્નનું આયોજન કરવામાં આવ્યુ
ફિલ કરી શકે તેવા લગ્નનું આયોજન કરવામાં આવ્યુ

યુનિટ માટે રહ્યો અલગ અનુભવઃ નાઝનીન

ફોટોશૂટ કોન્સેપ્ટ ડિઝાઈનર તરીકે કામ કરનાર મોડલ નાઝનીન શેખે જણાવ્યું હતું કે, દરેક શોટ લેતી વખતે અમે ખૂબ રડ્યાં છીએ. જેમણે કશું જ પોતાની આંખે નથી જોયું તે લોકોએ અમારી સાથે પહેલીવાર કામ કર્યું અને તેમની હિંમત, હૂંફ, પ્રેમ, લાગણીની સાથે દરેક ફ્રેમના શૂટ વખતે અમે આખી ટીમ રડી પડતાં હતાં. આ અમારા માટે ઈમોશ્નલી ફોટોશૂટ રહ્યું હતું. જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

ફ્રેગ્રન્સ પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ફ્રેગ્રન્સ પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભારતમાં આવીને લગ્નના બંધને બંધાયુ
ભારતમાં આવીને લગ્નના બંધને બંધાયુ
વિશ્વમાં પહેલી વખત બ્લાઈન્ડ કપલનું પ્રિ વેડિંગ વિડિયો શૂટ કરવામાં આવ્યું
વિશ્વમાં પહેલી વખત બ્લાઈન્ડ કપલનું પ્રિ વેડિંગ વિડિયો શૂટ કરવામાં આવ્યું
તાજમાં 7 વર્ષમાં બાદ આ રીતે આલ્બમ શૂટ કરવા માટેની પરમીશન આપવામાં આવી
તાજમાં 7 વર્ષમાં બાદ આ રીતે આલ્બમ શૂટ કરવા માટેની પરમીશન આપવામાં આવી
આલ્બમ યુ.એસ.ની કંપની પાસે તૈયાર કરાવડાવવામાં આવશે
આલ્બમ યુ.એસ.ની કંપની પાસે તૈયાર કરાવડાવવામાં આવશે
લીપીથી ફોટોગ્રાફની ડિટેઈલ લખવમાં આવશે
લીપીથી ફોટોગ્રાફની ડિટેઈલ લખવમાં આવશે
ચાંદની અને પારસ બ્લાઈન્ડ હોવા છતાં એક પણ રિટેક કરવો પડ્યો નથી
ચાંદની અને પારસ બ્લાઈન્ડ હોવા છતાં એક પણ રિટેક કરવો પડ્યો નથી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો