LoC પર ફાયરિંગ: ભારતીય સેનાનો જડબાતોડ જવાબ, પાક.ની 5 ચોકીઓ ધ્વસ્ત

પાકિસ્તાન હજુ પણ સુધરવાનું નામ લેતુ નથી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને સાનમાં સમજી જવા ઈશારો પણ કર્યો છે. તેમ છતાં પાકિસ્તાન દ્વારા સતત બોર્ડર પર સીઝફાયરનો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. વાયુસેનાની એર સ્ટ્રાઈકને લઈને પાકિસ્તાન ભડકી ઉઠ્યુ છે.

જેને લઇને પાકિસ્તાને પણ એલઓસી પર ફાયરિંગ કર્યુ છે. પાકિસ્તાને જમ્મૂ-કશ્મીરની સરહદની લગભગ 15 જગ્યાએ ગોળીબાર કર્યો છે. એટલું જ નહીં પાકિસ્તાને પંદરેક જેટલી જગ્યાએ મોર્ટારથી પણ હુમલો કર્યો છે.

  • PAKને LoCમાં ઘૂસણખોરી મોંઘી પડી, ભારતે તેમની 5 ચોકી તોડી પાડી, ઘણાં પાક. સૈનિકના મોત

પુંછ, રાજોરી,નૌશેરા,મેંઢરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યુ છે. જેની સામે ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય સેના કરેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયુ છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનની પાંચ ચોકીઓ ધ્વસ્ત કરી નાખી છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં અનેક પાકિસ્તાની રેન્જર્સ ઈજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાના 10 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે ભારતે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને પુલવામા હુમલાનો બદલો લીધો હતો. બાલાકોટથી લઇને મુઝફફરાબાદ સુધી જૈશના આતંકી કેમ્પ પર બોમ્બ ફેંકયા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો