અમદાવાદ શહેરમાં ગુનેગારોને નથી પોલીસનો ડર ! ઠક્કરનગરમાં ફાયરિંગ, તલવારથી સામસામે હુમલો, શહેરીજનો ભયભીત

અમદાવાદ શહેર (Ahmedabad City)માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. જાણે કે, લોકોમાં પોલીસનો ડર જ ખતમ થઇ ગયો હોય તેમ મારામારીની અને છેડતીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. પોલીસ (Ahmedabad Police) અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ઓઢવની (Odhav) કુખ્યાત ફ્રેકચર ગેંગમાં અંદરો-અંદર ગેંગવોર થઈ છે. શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા હીરાવાડીમાં ફ્રેકચર ગેંગના કુખ્યાત અશોક ગોસ્વામી ઉપર ફ્રેકચર ગેંગ (Fracture Gang)ના જ ગૌરવ ચૌહાણ નામના ગુનેગારે ફાયરિંગ (Firing) કરતા આખા શહેરમાં ચર્ચાનું બજાર ગરમાઇ ગયું હતું.

ગૌરવની ગેંગે ફાયરિંગ કરતાં તેણે પોતાનો બચાવ કર્યો હતો. ભર બપોરે જાહેરમાં તલવારથી અશોક ઉપર ઘાતક હુમલો કર્યો હતો. પીઠના ભાગે તલવારથી ઇજા થતાં અશોક લોહીલુહાણ થઇ ગયો હતો. અશોકને ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પૈસાની લેતી-દેતીના કારણ આ હુમલો કરવામા આવ્યો હોવાનુ પોલીસસુત્રો તરફથી જાણવા મળ્યુ છે. પોલીસને ઘટના સ્થળેથી સ્કોર્પિયો કાર અને એક તલવાર મળી છે.

ફ્રેકચર ગેંગનો ગૌરવ ચૌહાણ રિવોલ્વરથી ફાયરિંગ કરતો હોવાના દ્રશ્યો તેમજ તેના સાગરિતો જાહેરમાં તલવારો લઇને દોડી રહ્યા છે. તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા છે. આ ઉપરાંત અશોક ગોસ્વામી પણ સિધ્ધી વિનાયક એસેસરીઝમાંથી તલવાર લઇને બહાર નિકળતો હોય તેના સીસીટીવી ફુટેજ પણ પોલીસે કબ્જે કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો