કયા કારણોસર કારમાં લાગે છે આગ અને તેનાથી બચવાના શું છે ઉપાયો?

– કારના એન્જિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સમયસર ઓઇલ ફિલ્ટર, એન્જિન કૂલેન્ટ અને એન્જિન ઓઇલ બદલતા રહો. તેનાથી કાર હેલ્ધી રહેશે.

– કારમાં કારણ વગરના ઇલેક્ટ્રિકલ ઉપકરણ લગાવવાથી બચો. આ તમારી કારની બેટરી પર એક્સ્ટ્રા લોડ આપે છે.
-CNG/LPG કિટ હંમેશા અધિકૃત સેન્ટરમાંથી જ લો અને ફીટ કરાવો.

– કારમાં જરૂરિયાત કરતા વધારે મોડિફિકેશન કરાવાવાથી બચો. તેનાથી કારમાં ટેક્નિકલ ખરાબી થવાની સંભાવના વધી જાય છે.
– જો આગ બોનેટની નીચે લાગી હોય ત્યારે બોનેટ ખોલવાનો પ્રયાસ ન કરો તેનાથી આગ ફેલાઇ શકે છે.

ઓટોમેટિક કાર ઊભી હોય તો હેન્ડ બ્રેકની જરૂર ન પડે
* ઓટોમેટીક કાર બંધ કરીને નીચે ઉતરો ત્યારે જ હેન્ડ બ્રેકની જરૂર પડે.પરંતુ તે કારમાં હતો અને હેન્ડ બ્રેક ખેંચેલી હતી.

* કારનું ઇગ્નિશન બંધ કરતા જ સાઇડ મીરર આપોઆપ બંધ થાય છે. આગ લાગી ત્યારે તેના સાઇડ મીરર બંધ હતા. આ દર્શાવે છે કે, કાર બંધ હશે.

* આગની લપેટમાં કારના બધા જ કાચ ઓગળી કે તૂટી ગયા છે જ્યારે ડ્રાઇવર સાઇડનો અડધો કાચ દરવાજાની અંદરની તરફ રહી ગયો હતો, જે દર્શાવે છે કે આ કાચ અડધો ખુલ્લો હશે.

* કારમાં આગ એન્જિનમાં નહિ પણ વચ્ચેના ભાગે દેખાય છે. આગ પેસેન્જર રૂમમાંથી લાગી હશે તો કાર ખુલી શકે છે.  એન્જિનમાં લાગે તો ઇલેકટ્રેનિક કંટ્રોલ મોડ્યુલ નષ્ટ થવાથી કાર લોક થઈ જાય.

* કારમાં જે ભીષણ પ્રકારે આગ લાગી છે તે જોતા કારને સળગવામાં 15 થી 20 મિનિટ સમય લાગ્યો હશે, કારમાં આગ ડ્રાઇવર સાઇડથી શરૂ થઇ હશે.

* બિલ્ડર મિહિરનો મૃતદેહ રેસ્ટીંગ પોઝીશનમાં હતો એટલે કે ડ્રાઇવર સીટ પાછળની તરફ પુશ કરેલી હતી. જો તેને બહાર નિકળવાનો પ્રયાસ કર્યો હોત તો તેનુ શરીર સીટ પર સીધું પડેલું ન હોત.

* ચાલુ કારમાં આગ લાગે તો ચાલક હડબડાટમાં કાર ગમે તે સ્થિતિમાં ઉભી કરી દે પણ અહીં કારને વ્યવસ્થિત રીતે પાર્ક કરેલી હતી.

કારમાં રાખો આ જરૂરી સામાન

હથોડી- જેનાથી તમને કારનો કાંચ તોડવામાં મદદ મળશે.

કાતર- જો સીટ બેલ્ટ લોક થઇ જાય તો કાતરની મદદથી તેને કાપી શકો છો.

ફાયર સેફ્ટી- આગ લાગે ત્યારે ફાયર સેફ્ટી સામાન કામમાં લાગી શકે છે. તેની મદદથી તમે આગ પર કાબૂ મેળવી શકો છો. આગ લાગે ત્યારે પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ ન કરો તેનાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે.

કારમાં સ્મોકિંગ

કારમાં સ્મોકિંગ કરવાના કારણે પણ આગ લાગી શકે છે. અનેક કેસમાં કારની અંદર સ્મોકિંગ કરવાના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.

ફ્યૂઅલ લિક હોવુ

જ્યારે કાર લાંબ સમય સુધી ચાલે છે ત્યારે એન્જિન ઓઇળ અથવા ફ્યૂઅલ ગરમ થવાના કારણે કારના બોડી પાર્ટ્સમાંથી લિક થવા લાગે છે. આ દરમિયાન જ્યારે તે કારના એવા પાર્ટ્સ પર પડે છે જે ગરમ હોય ત્યારે તે સરળતાથી આગ પકડી લે છે.

એન્જિન ગરમ હોવું

કાર ચલાવતી વખતે એન્જિન ગરમ થાય છે. જ્યારે એન્જિન જરૂર કરતા વધારે ગરમ થવા લાગે છે ત્યારે બોનેટની અંદરના કોઇ નબળા પાર્ટને સરળતાથી સળગાવી નાંખે છે. જેના કારણે કારમાં આગ લાગવાના કિસ્સા નોંધાયા છે.

સ્પ્રેને કારમા ન રાખો

એયરોસોલનું ટિન વધારે ગરમીમાં આગ પકડી શકે છે. ખાસ કરીને ઉનાળામાં તમારી કારના ડેશબોર્ડમાં બોડી સ્પ્રે રાખવો જોઇએ નહીં.

વાયરિંગ સાથે છેડછાડ ન કરો

કારમાં આગ લાગવાનું એક કારણ નોર્મલ હેલોજન હેડલાઇડના બદલે હાઇ ઇન્ટેસ્ટિટી ડિસ્ચાર્જ લેમ્પ લગાવવા ઉપરાંત આફ્ટર માર્કેટ એસેસરિઝ જેમ કે એડિશનલ લેમ્પ અથવા ઇન્ફોટેઇન્મેન્ટ લગાવવી હોઇ શકે છે. જો વાયરિંગ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તેનાથી શોર્ટ સર્કિટ થઇ શકે છે. શોર્ટ સર્કિટથી કારમાં આખી ઇલેક્ટ્રિકલ સર્કિટ ગરમ થઇ જાય છે અને આગ લાગવાનો ખતરો વધી જાય છે. દિલ્હી સ્થિત ટાટા મોટર્સ બોડી શો મેનેશર નરેન્દ્ર સિંહે જણાવ્યું છે કે લોકો લોકલ રિયેપર શોપમાં લાઇટ્સને ઇન્સ્ટોલ કરાવે છે. યોગ્ય રીતે વાયરિંગ નહીં થયું હોવાથી વાયર્સમાં અર્થિંગ હોય છે, જેનાથા શોર્ટ સર્કિટ થઇ શકે છે. તેવામાં સીટ બેલ્ટ અને ડોર જામ થઇ જાય છે. લોકો ફ્રી સર્વિસિંગ બાદ અનઓર્ગેનાઇઝ્ડ વર્કશોપમાં કામ કરાવે છે. જ્યાં લેબર્સ સ્કિલ્ડ હોતા નથી.

ઓથોરાઇઝ્ડ CNG અથવા LPG કિટ્સ ફિટ કરાવો

અનેક લોકો ફેક્ટ્રી ફિટેડ સીએનજી અથવા એલપીજી કિટ્સવાળી કાર ખરીદતા નથી, તેના સ્થાને પોતાની કારમાં અનઓથોરાઇઝ્ડ કિટ્સ લગાવે છે. મોટાભાગે જૂની કારના ઓનર્સ આવી કિટ લગાવતા હોય છે. આ પ્રકારની કિટ્સમાં હાઇ લેવલના કોમ્પોનેન્ટ્સનો ઉપયોગ થાય છે, જે કમ્પ્રેઝ્ડ ગેસને સિલન્ડિરથી એન્જિન સુધી ડિલિવર કરે છે. ડિલિવરી લાઇનમાં કોઇ પણ પ્રકારનો ફોલ્ટ આગ લાગવાનું કારણ થઇ શકે છે. જો કિટ્સની ક્વોલિટીનું સ્ટાન્ડર્ડ ખરાબ છે તો પણ આગ લાગવાનો ખતરો છે. હંમેશા એ સુનિશ્ચિત કરો કે જે સ્થળેથી તમે કિટ્સ ઇન્સ્ટોલ કરાવી રહ્યાં છો તે ઓથોરાઇઝ્ડ વર્કશોપ છે અને ત્યાં ટ્રેઇન્ડ લોકો કામ કરે છે.

સમયસર સર્વિસ કરાવવી જોઇએ

કારની સર્વિસ નિયમિત રીતે ન કરવામાં આવે તો પણ કારમાં આગ લાગવાની શક્યતા રહે છે. ફ્યૂઅલ લાઇનમાં લિકેજ અથવા અન્ય લિકેજનો સંપર્ક ઇન્જન પાર્ટ સાથે થાય છે તો કારમાં આગ લાગી શકે છે. સમય પર સર્વિસિંગ નહીં કરાવાથી અથવા લાંબા સમય સુધી સર્વિસ નહીં કરાવાથી જૂના વાયર્સ ઢિલા થઇ જાય છે, જેનાથી શોર્ટ સર્કિટ થવાની શક્યતા વધી જાય છે.

એગ્ઝોસ્ટ સાથે છેડછાડ ન કરવી જોઇએ

આફ્ટર માર્કેટ એગ્ઝોસ્ટને કારનો પાવર વધારવા અથવા એક્ઝોસ્ટ નોટ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. આ પ્રકારના એગ્ઝોસ્ટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, જેનાથી એગ્ઝોસ્ટ ગેસ ફ્રી ફ્લોમાં બહાર નીકળે. એગ્ઝોસ્ટ ગેસનું તાપમાન 900સી સુધી પહોંચી જાય છે, જે વધારે છે. જો કાર એગ્ઝોસ્ટને વધારે તાપમાન સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવતું નથી. જેનાથી કારમાં આગ લાગી શકે છે.

સળગી શકે તેવી વસ્તુ બોનેટમાં રાખવી ન જોઇએ

અનેક લોકો એન્જિનની સાફ સફાઇ કર્યા બાદ અજાણતા જ સફાઇની કોઇ વસ્તુ જેમ કે કપડાં અથવા અન્ય લિક્વિડ બોનેટની અંદર છોડી દે છે, જે જ્વલનશીલ હોય છે. એન્જિન ગરમ થવાથી આ પ્રકારની વસ્તુ આગ પકડી લે છે. કારનું એન્જિન વધુ તાપમાનમાં ચાલતું હોય છે અને કપડું અથવા ક્લિનિંગ લિક્વિડના સંપર્કમાં આવવાથી કારમાં આગ ઝડપથી લાગી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો