4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય? અમે અમારા ઘરનો મોભ ગુમાવ્યો, મૃતકની બહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં રાત્રે આગ લાગતાં પાંચ દર્દી ભડથું થઈ ગયા છે, જ્યારે એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે, જેમાં સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં અને જણાવ્યું હતું કે 4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય. બીજી તરફ, મૂળ મોરબીના નીતિનભાઈ મણિલાલ બદાણીના પુત્ર અંકિતભાઈએ જણાવ્યું હતું કે અમને શું ખબર પપ્પા સવારે ઊઠશે જ નહીં.

સંધ્યાબહેને રડતાં રડતાં વધુમાં જણાવ્યું હતું કે અમે રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહીએ છીએ. 24 નવેમ્બરના રોજ મારા ભાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાતે જ ભાઈ સાથે વાત થઈ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે લસણ-ડુંગળીવાળું શાક ભાવતું નથી, ઠંડું મોકલજે. રાત્રે ICUનો દરવાજો બંધ રાખવામાં આવ્યો હતો અને સાવ ત્રણ ફૂટનો દરવાજો હતો. એમાં આગ લાગી ત્યારે દર્દીઓને બહાર કેવી રીતે કાઢી શકાય એવો આક્ષેપ કર્યો હતો.

હોસ્પિટલનો સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંએ અમારા સ્વજનોને મોતને ઘાટ ઉતાર્યાં

મૂળ મોરબીના નીતિન મણિલાલ બદાણી પણ આ અગ્નિકાંડમાં ભડથું થઈ ગયા છે. નીતિનભાઈના પુત્ર અંકિતભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે પપ્પા સાથે રાતે નવ વાગ્યે વિડિયો કોલમાં વાત થઈ હતી અને તેમણે કહ્યુ હતું કે હવે બધા સૂઈ જાઓ, સવારે વાત કરીશું, પરંતુ અમને શું ખબર કે પપ્પા રાત્રે સૂઈ ગયા સવારે ઊઠશે જ નહીં. મૃતક દર્દીનાં સગાંઓએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે આવી પહોંચ્યા હતા અને પોતાનાં સગાંઓનો અંતિમ ચહેરો જોવા માટે રાહ જોઈ રહ્યા છે. દર્દીનાં સગાંઓએ આક્ષેપ કર્યો છે કે કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારી છે, પૂરા પૈસા લઈ લે છે, પરંતુ દર્દીઓને સગવડ આપતા નથી. સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંને કારણે અમારાં સગાં મોતને ભેટ્યા છે.

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં મોત થયાં એ દર્દીનાં નામની યાદી

1.કેશુભાઇ લાલજી અકબરી-રાજકોટ.
2.સંજય અમૃતલાલ રાઠોડ-રાજકોટ.
3.રામશી મોતી લોહ-જસદણ.
4.નીતિન મણિલાલ બદાણી-મોરબી.
5.રસિક શાંતિલાલ અગ્રાવત-ગોંડલ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો