રાજકોટ અગ્નિકાંડમાં એક કર્મચારીએ સાત દર્દીને બચાવ્યા, વારાફરતી ખભે ઊંચકી અગાશી પર લઈ ગયો

રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડમાં માનવતા મહોરી ઉઠી હતી. અજય વાઘેલા નામના કર્મચારીએ 7 દર્દીઓના જીવ બચાવ્યા હતા .રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા, ત્યારે આગ લાગી હતી એ દરમિયાન એક કર્મચારી દર્દીઓનો મસીહા બનીને આવ્યો હતો. ઉદય કોવિડ હોસ્પિટલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા અજય વાઘેલા નામના કર્મચારીએ બહાદુરીનું કામ કર્યું હતું. ગ્રાઉન્ડ ફલોર અને પહેલા માળે આગ લાગતાં અજય વાઘેલા નામના હોસ્પિટલના એક કર્મચારીએ કોવિડના સાત દર્દીને વારાફરતી ખભા પર ઊંચકી અગાશી પર મૂકી આવ્યો હતો.

આગની ઘટનામાં દર્દીઓ માટે મસિહા બન્યો કર્મચારી

આગની ઘટનામાં દર્દીઓ માટે એક કર્મચારી દેવદૂત બનીને આવ્યો હતો. અજય વાઘેલા નામના કર્મચારીએ 7 લોકોના જીવ બચાવ્યો છે. કોરોનાગ્રસ્ત 7 દર્દીઓને ઉંચકીને ખભા પર લઈ ગયો હતો. દર્દીઓને વારાફરતી આગાસીમાં સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા.

શું કહે છે અજય

અજય વાઘેલા જણાવે છે કે, અમુક દર્દીઓનું વજન વધુ હતું. ઊંચકીને બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી. આમ છતાં ભગવાનનું નામ લઈને કોરોનાના દર્દીને ખભા પર ઊંચકીને વારાફરતી છેક અગાશી સુધી મૂકી આવ્યો હતો. આ સાતે સાત દર્દીનો બચાવ થયો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ આ સાતેય દર્દીને ગોકુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓએ અજય વાઘેલાની બહાદુરી અને હિંમતની ભારોભાર પ્રશંસા કરી હતી.

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા. મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો.

આગની ઘટનામાં 5ના મોત

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો