અમદાવાદમાં કારમાં આગ લાગતા સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક બહાર નીકળી ન શકતા સીટ પર જ ભડથું થયો

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાટ ગામ પાસે મધર ડેરી નજીક શોર્ટસર્કિટથી કારમાં આગ લાગતા ચાલક અંદર જ ભડથું થઈ ગયો હતો. સોલામાં રહેતા 50 વર્ષના યોગેશ પ્રજાપતિ સાંજે 4 વાગ્યે કાર લઈને જતા હતા ત્યારે ભાટ મધર ડેરી પાસે અચાનક કારમાં આગ લાગી હતી. સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક કારની બહાર નીકળી શક્યા ન હતા.

યોગેશ પ્રજાપતિ કાકા સસરા અવસાન પામ્યા હોવાથી નરોડા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. કાકા સસરાનો પુત્ર વિદેશ હોવાથી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો હતો. પરંતુ યોગેશભાઈ દહેગામ ખાતેના પોતાના પેટ્રોલ પંપ પરથી પરિવારના સભ્યોને મળવા કારમાં જતા હતા. તેમણે 8 મહિના પહેલાં કાર ખરીદી હતી.

ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો અંદર બેઠેલા યોગેશભાઈનું માત્ર હાડપિંજર બચ્યું હતું. પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ ઓવર હિટિંગને કારમાં શોર્ટસર્કિટ થઈ હોવાની શંકા છે. અડાલજ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં યોગેશભાઈના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા.

એસટી કર્મી-પોલીસે એક્સ્ટિંગ્યુશરથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો

ભડભડ બળતી કાર જોઈને એસટીના કર્મચારીએ અને એક પોલીસ જવાને બસમાં રાખવામાં આવતાં ફાયર એક્સ્ટિંગ્યુશરની મદદથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ યોગેશભાઈને બચાવી શકાયા ન હતા.

આગથી સેન્ટ્રલ લોકનું વાયરિંગ બળી ગયું

ગાંધીનગર ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર મહેશ મોડના જણાવ્યા અનુસાર કારમાં સેન્ટ્રલ લોક અને પાવરવિંડો સિસ્ટમ ઈલેક્ટ્રિક ડિવાઈસ પર કામ કરે છે. આગથી વાયરિંગ બળી જતાં સિસ્ટમ ઠપ થઈ જાય છે. કારમાં ધૂમાડાને પગલે વ્યક્તિ બેભાન થઈ જાય છે અને બહાર નીકળી શકતી નથી. કારમાં આગના આવા કિસ્સામાં ચાલકનું અંદર જ મોત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો