ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગમાં 50 કરોડ પ્રાણીઓ બળીને ભડથું થઈ ગયા, તસવીરો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠશે
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સકે જંગલમાં લાગેલી આગ હવે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી આગમાં માત્ર લોકો જ નથી મર્યા પરંતુ 50 કરોડ જાનવરોની મરવાની પણ ખબર છે. આ બધાની વચ્ચે કેટલીક ધબકારા વધી જાય એવી તસવીરો સામે આવી છે. એક તસવીરમાં તો કાંગારુનુ બાળક બળી ગયેલી હાલતમાં તારમાં ચોંટેલુ જોવા મળી રહ્યું છે.

કાંગારુનુ બાળક આ રીતે બળીને ખાખ થયું એ તસવીર જોઈને ભલભલા લોકોના રૂવાડા ઉભા થઈ ગયા છે. બીજી વાત કરીએ તો રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આગ કાબુમા આવવાનું નામ લેતી નથી.
Horrifying, apocalyptic footage of kangaroos fleeing as one of the Australian bushfires closes in — captured in Monaro, New South Wales. pic.twitter.com/mhFhjHGENI
— Shiv Aroor (@ShivAroor) January 3, 2020
એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી આ આગમાં 50 કરોડ જાનવરોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જો કે હજુ આગમાં ફસાયેલા પ્રાણીઓને બચાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ઘણી સંસ્થાઓ ત્યાં કામગીરી કરી રહી છે.

ઘણા બધા લોકો હાલમાં આગનો સામનો કરી રહ્યા છે. તો કેટલાક લોકો સલામત સ્થળે ખસી ગયા છે. માત્ર ભારતની જ નહીં પણ જાપાનની વ્યાપારી યાત્રા પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને રદ્દ કરી દીધી છે. જેથી તે ઓસ્ટ્રેલિયામાં આવેલી મુશ્કેલીના સમયમાં દેશમાં રહે અને બચાવકાર્ય પર પૂરતું ધ્યાન આપી શકે. ઓસ્ટ્રેલિયા દેશમાં અમે જ્યાં પણ ગયા ત્યાં અમે જંગલની આગને કારણે નુકસાન વેઠવું પડ્યું છે. ખૂબ મોટી તારાજી થઈ છે. જેમાં ઘણી બધી નિરાશા સાંપડી છે. સૌથી સારી વાત એ છે કે, આ કઠિન પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના લોકો હળીમળીને એકબીજાની મદદ કરી રહ્યા છે. જેથી બીજા લોકો પણ આ વિપરિત સ્થિતિમાં મદદ માટે સામે આવી રહ્યા છે. એવું વડાપ્રધાન મરિસને જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, અમે ઓસ્ટ્રેલિયાના લોકોને પોતાના જે તે વિસ્તારની સ્થિતિ પર નજર રાખવા માટે કહ્યું હતું. રાજ્યના અધિકારીઓ તથા ADF-ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ અધિકારીના આદેશનું પાલન કરવા માટે અપીલ કરી છે. કારણ કે તેઓ સુરક્ષા માટે કામ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના લોકોને આ મુશ્કેલીમાંથી બાહર કાઢવા માટે જે પગલાં યોગ્ય લાગશે એ ભરવામાં આવશે.

તમામ પ્રયત્નો કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ શુક્રવારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ઓસ્ટ્રેલિયાના જંગલામાં લાગેલી આગને કારણે સંપત્તિને થયેલા નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો. જાનમાલ અને જીવ ઘટતા જતા અસ્તિત્વ પર તમામ ભારતીય તરફથી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ન્યુ સાઉથ વેલ્સમાં 176 ઘર આગમાં ખાખ થઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

