વડોદરામાં વિધર્મી યુવાને લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરીને હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યુ, યુવાન કહેતો કે, ‘બુરખો પહેરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે’

લવ જેહાદના કિસ્સાઓ વચ્ચે વિધર્મી યુવાન દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચ તેમજ ઇમોશનલ બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફતેગંજ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિધર્મી યુવાનનો ભોગ બનેલી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વિધર્મી યુવાન જણાવતો હતો કે, મારી સાથે રહેવું હોય તો મારી ગાડીમાં તારે બુરખો પહેરીને બેસવું પડશે અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

યુવક લગ્ન કરવાની લાલચ આપીને શારીરીક સુખ માણવા માટે દબાણ કરતો હતો
ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા શહેરમાં રહેતી 20 વર્ષની ખ્યાતી(નામ બદલ્યું છે) વર્ષ-2019માં નાગરવાડા વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, ત્યારે નાગરવાડા શાકમાર્કેટ પાસે રહેતો સોહિલ સાજીદ શેખ પીછો કરતો હતો. તે સમયે તેની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તેણે વર્ષ-2020માં ઇન્સ્ટાગ્રામ સાઇટ ઉપર વિધર્મી સોહિલે સંપર્ક કરીને જણાવ્યું હતું કે, હું તને પ્રેમ કરું છું, હું તારા વગર જીવી શકું નહીં. બાકી પછી જે થાય તે તું જોઇ લેજે. તેમ જણાવી ઇમોશનલ બ્લેકમેલ કરીને અવારનવાર નાગરવાડા, ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલ પાછળ બોલાવી લગ્ન કરવાની લાલચ આપતો હતો અને શારીરીક સુખ માણવા માટે દબાણ કરતો હતો.

તાંદલજાના મકાનમાં લઇ જઇ યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ
ખ્યાતીએ પોલીસ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, સોહિલ શેખ એક દિવસ તાંદલજા વિસ્તારમાં લઇ ગયો હતો અને એક મકાનમાં લઇ જઇને મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તે બાદ બ્લુ ડાયમંડ કોમ્પ્લેક્ષ નીચે બોલાવી હતી. જ્યાં તેણે શારીરિક સુખ માણવા માટે દબાણ કર્યું હતું. સોહિલની શારીરિક સુખની માગણી ન સ્વિકારતા તેણે શારીરિક છેડછાડ કરી હતી. આમ અવારનવાર અલગ અલગ સ્થળો ઉપર બોલાવતો હતો અને શારીરિક સુખની માંગણી કરતો હતો. જ્યારે તેને મળવા જતી ત્યારે તે શારીરિક સુખની માગણી કરતો હતો અને તેની માગણી ન સ્વિકારું તો મારતો હતો અને શારીરીક છેડછાડ કરતો હતો.

અવારનવાર ઇમોશનલ બ્લેકમેલ કરીને યુવતીને બોલાવતો હતો
ખ્યાતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી-2020થી આજદિન સુધી સોહિલ શેખે મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. સોહિલ સામે ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, સોહિલ કહેતો હતો કે, તારે મારી સાથે રહેવું હોય તો તારે મારી ગાડીમાં બુરખો પહેરીને બેસવું પડશે અને મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે. આમ અવારનવાર ઇમોશનલ બ્લેકમેલ કરીને મને બોલાવતો હતો અને શારીરીક છેડછાડ કરતો હતો. ફતેગંજ પોલીસે ખ્યાતીની ફરિયાદના આધારે સોહિલ સાજીદ શેખ સામે દુષ્કર્મ, બ્લેકમેલનો ગુનો નોંધ્યો છે અને ફતેગંજ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દીકરીને પજવતા સોહિલને માતાએ ચંપલથી માર્યો હતો, પુત્રી લવ જેહાદના ષડ્યંત્રમાં ફસાતાં બચી ગઈ : માતા
યુવતીનો પીછો કરી તેને પરેશાન કરતા સોહિલને યુવતીની માતાએે 2 વર્ષ પહેલા ડિસેમ્બરમાં નિઝામપુરા વિસ્તારમાં ઝડપી લીધો હતો. ત્યાં માતાએ હિંમતભેર સોહિલની ફેટ પકડી તેને પોતાના ચંપલ વડે જાહેરમાં ધોલાઈ કરી હતી. યુવતીની સામે જ માતાએ સોહિલને 15 મિનિટ સુધી ફેટ પકડી તેને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.

મારી પુત્રીની સ્થિતિ જોઈને હું માત્ર સમાજના લોકોને કહું છે કે, મારી પુત્રી લવ જેહાદના ષડયંત્રમાં ફસાતાં બચી છે. હું અને મારો પરિવાર જે રીતે આવાં તત્ત્વો સામે બહાર આવ્યાં છે તે જ રીતે સમાજની બીજી પીડિત યુવતીઓ અને તેમના પરિવારો સામે આવે તેવી મારી અપીલ છે.

જે બેકાર લોકો છે, જે માગેલાં કપડાં અને ભાડાની બાઇક લઈને ફરતાં અસામાજિક તત્ત્વો કે જેમની પાસે પેટ્રોલ પુરાવવાના રૂપિયા નથી હોતા તેવાથી આપણી દીકરીઓને સાચવી અને જો કદાચ ફસાઈ હોઈ તો તેમનો સાથ આપો. હવે આવાં તત્ત્વોથી ડરવાનું અને અત્યાચાર સહન કરવાનું બંધ કરો.

રમતોમાં અવ્વલ રહેતી યુવતી સોહિલની રમતમાં ફસાઇ ગઇ
ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર યુવતી અભ્યાસમાં હોશિયાર હતી. તે બાસ્કેટ બોલ પ્લેયર રહી ચુકી છે અને તેણીએ નેશનલ લેવલ પર રમી ચુકી છે. સાથે જ તેણી વોલીબોલમાં સ્ટેટ લેવલ સુધી રમી ચુકી છે. તે દોડમાં પણ વડોદરા જિલ્લા લેવલ સુધીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ કરાટેમાં બ્રાઉન બેલ્ટ પણ રહી ચૂકી છે.

પીડિતા કોઇપણ ડર રાખ્યા વગર બહાર આવી ફરિયાદ નોંધાવે
ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમના નવા કાયદાને રાજ્યમાં લાગુ કર્યા બાદ અનેક યુવતીઓ અને તેમના પરિવારો સામે આવી રહ્યા છે. વડોદરામાં એક પછી એક ફરિયાદ નોંધાઇ રહી છે.અનેક પરિવારો હિન્દુ જાગરણ મંચ પાસે આવી રહી છે. પીડિતાઓ કોઇ પણ ડર વગર પોલીસ ફરિયાદ કરે > રમેશ પટેલ, મહામંત્રી, હિન્દુ જાગરણ મંચ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો