સુરતના ડૉક્ટરે કહ્યું કે, અમને બીક લાગે છે, કારણ કે દર્દીઓ એટલા બધા હોય છે હોસ્પિટલની બહાર વેઈટીંગ છે, લોકોએ વર્તમાન સમયની ગંભીરતા સમજવાની જરૂર છે

સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ ઘણા લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી. વર્તમાન સમયની ગંભીરતા સમજીને લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા માટે સુરતના એક ડૉક્ટરે અપીલ કરી છે. ડૉક્ટરે લોકોને એમ પણ કહ્યું છે કે, હોસ્પિટલમાં બેડ નથી. કોઈ પરિવાર જન બીમાર પડશે તો બેડ મળવો પણ મુશ્કેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડૉક્ટર મિલન મોદીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં એવું છે કે, અમે જયારે હોસ્પિટલમાં રાઉન્ડ લેવા જઈએ છીએ ત્યારે અમને બીક લાગે છે કારણ કે દર્દીઓ એટલા બધા હોય છે કે, દર્દીઓનું હોસ્પિટલની બહાર વેઈટીંગ હોય છે. જ્યારે અમે રાઉન્ડ પતાવીને સોસાયટીમાં જઈએ તો લોકો એકદમ બિન્દાસ છે, જોવા મળે છે કે, 100 કેસ થયા છે અને 200 કેસ થયા છે. આ પરિસ્થિતિને જોઈને મને થયું કે, લોકોને જાગૃત કરવા જોઈએ. તમે જે પરિસ્થિતિ સોસાયટી લેવલ પર જોઈ રહ્યા છો, તેના કરતા પરિસ્થિતિ ઘણી ગંભીર છે. હોસ્પિટલમાં દર્દીઓ ફૂલ થઇ ગયા છે. કામ વગર ઘરની બહાર ન જાવ અને મેડીકલ ઈમરજન્સી કે, ખૂબ અગત્યનું કામ હોય ત્યારે જ બહાર જાવ. જેથી કરીને આપણે કોરોનાના સંક્રમણને અટકાવી શકીએ.

દરેક દેશ અને શહેરમાં આ જ પ્રકારે કોરોના ફેલાઈ રહ્યો છે. આપણે પીક તરફ આગળ વધી રહ્યા છીએ. મુંબઈમાં દોઢ મહિના પહેલા જે આવી ચૂક્યું છે અને હવે ત્યાં કેસ ઓછા થવા લાગ્યા છે. હવે સુરત અને દક્ષિણ ગુજરાત એ પ્રકારે થઇ ગયું છે કે, ચાલતા ફરતા કે, ઓફીસમાં કોરોનાના દર્દીઓ નીકળી આવે છે. રૂટીન ફ્રેકચરની સર્જરી દરમિયાન પણ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવી જાય છે અને એ પણ કોઈ પણ પ્રકારના લક્ષણો વગર. આપણે હવે અનકંટ્રોલ ફેઝ-4 તરફ જઈ રહ્યા છીએ. આ ફેઝમાં સૌથી અગત્યની વસ્તુ ઇન્ફેકશનને આગળ વધતું અટકાવવાનું છે. આ ત્યારે જ શક્ય છે કે, જ્યારે એક-એક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને માસ્ક પહેરે, ગ્લોવ્ઝ વાપરે અને હેન્ડ સેનિટાઇઝર વાપરે અને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળે.

અત્યારે બધી જ હોસ્પિટલ ફૂલ છે. તમારા સ્વજન બીમાર પડશે તો હોસ્પિટલમાં બેડ શોધવો પણ મુશ્કેલ બનશે અને જો આપણે 15 દિવસના લોકડાઉનમાં જશું તો આ પરિસ્થિતિ ઓછી થશે. હું દરેક જનતાને અપીલ કરું છું કે, હવે તમારી જવાબદારી ખૂબ અગત્યની છે. અત્યાર સુધીમાં 50થી વધારે અમે ડૉક્ટરોને સંક્રમિત બતાવીએ છીએ પણ 300 કરતા વધારે સંક્રમિત થયા છે. કોઈ ડૉક્ટરને લક્ષણો દેખાય છે તો ડૉક્ટર પોતે સેલ્ફ આઈસોલેસનમાં ચાલ્યા જાય છે અને ટેસ્ટ કરાવતા નથી અને સરકાર પણ કહે છે કે, માઈલ્ડ ઇન્કેશન માટે ટેસ્ટ કરવાની જરૂર નથી.

ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફ સૌથી વધારે રિસ્કમાં હોય છે કે, જેને ઇન્ફેકશન તરત જ થાય છે કારણ કે, તેઓ રોજના 50થી વધારે દર્દીઓના સંપર્કમાં આવતા હોય છે. કોરોના ટેસ્ટની સેન્સીટીવીટી 40%થી લઇને 80% સુધીની હોય છે. એટલે 100 લોકોને કોરોનાની બીમારી હોય તો 50થી 60 લોકોના રિપોર્ટ નેગેટીવ આવી શકે છે અને સીટી સ્કેનની સેન્સીટીવીટી 70થી 90% હોઈ શકે છે. જો કોઈ દર્દીને ખાંસી કે, તાવ હોય અને તેનું સીટી સ્કેન કરવામાં આવે તો તરત જ કોવિડ બીમારી પકડમાં આવી જાય છે. પણ સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે કે, માઈલ્ડ ઇન્કેશનમાં સીટી સ્કેન જરૂરી નથી. સામાન્ય બીમારી માટે સીટી સ્કેન ન કરાવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો