વેક્સિન બાદ વધુ એક વિવાદમાં ફસાયા ગીતા રબારી: મહામારી હોવા છતાંય લોકડાયરો યોજતા ડાયરાના આયોજક અને ગીતા રબારી સામે ફોજદારી કેસ દાખલ
ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી, જે બનાવમાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની વર્દી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી હોવા છતાંય ડાયરો યોજવાની સહમતી દર્શાવનારી ગીતા રબારી સામે ફોજદારી દાખલ થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બેદરકારીભર્યું કૃત્ય કરવા બદલ ગુનો નોંધાયો
પદ્ધર પોલીસ મથકે નોંધાયેલી ફોજદારી મુજબ, રેલડી ગામે આવેલા લક્કી ફાર્મ પર પેડીનો કાર્યક્રમ સંજયભાઇ પ્રતાપભાઇ ઠક્કર (રહે. ગાંધીધામ) અને લોકગાયિકા ગીતાબેન રબારી (રહે. અમદાવાદ)એ કોરોના મહામારી હોવા છતાંય લોકોના જીવ જોખમમાં મુકાય એવું બેદરકારીભર્યું કૃત્ય કરવા બદલ તેમની સામે ગુનો નોંધાયો હતો. 21મી જૂનના રાત્રે રેલડી ફાર્મહાઉસ પર સંજયભાઇ ઠક્કરે ડાયરો યોજવાની વાત અગાઉથી ગીતા રબારીને કરી હતી, ગીતા રબારીએ સહમતી પણ દર્શાવી હતી અને પોતાના ગ્રુપ સાથે હાજર રહી લોકડાયરો યોજ્યો હતો. કોરોના મહામારીમાં આવું કૃત્ય કરવા બદલ કલેકટરના જાહેરનામા તેમજ આઇપીસી 188, 269, 270 સહિતની કલમો તળે બંને સામે ફોજદારી નોંધાઈ હતી.
ભાજપના પદાધિકારી હાજર હતા
નોંધનીય છે કે ગીતા રબારી થોડા દિવસ પૂર્વે જ પોતાના ઘરે વેકસિન લીધી હોવાનો ફોટો વાઇરલ કર્યો હતો, જે બનાવમાં સરકારનો ઠપકો સાંભળ્યો હોવા છતાંય થોડા દિવસમાં જ આ ડાયરામાં હાજર રહી કોરોનાનો ભય ન હોય તેમ 250થી વધુ લોકોને એકત્ર કરી ડાયરાની રમઝટ બોલાવી હતી. તો બીજી તરફ, આ ચર્ચાસ્પદ લોકડાયરામાં ભાજપના પદાધિકારી પણ હાજર હોવાનું મનાઇ રહ્યું છે અને જયંતી ભાનુશાલી મર્ડર કેસમાં જેલમાં રહેલા જયંતી ઠક્કર પેરોલ પર આવ્યા હોવાથી તેઓ પણ આ ડાયરામાં હાજર રહ્યા હોવાની ચર્ચા વહેતી થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

