સુરતમાં યુવાને માસ્ક પહેરવાની શિખામણ આપીને પોલીસકર્મી ઉશ્કેરાઈ જતાં યુવાનને રસ્તા વચ્ચે જ ધોઈ નાખ્યો

કોરોના વાઈરસને લઈને હાલમાં ખુલેલા લોકડાઉન બાદ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સરકરની સૂચના છે, અને કોરોના ગાઈડ લાઇન છે. ત્યારે આજથી પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે. ત્યારે આજે ફિલ્મમાં કામ કરતા યુવાનને પોલીસે અટકાવતા આ યુવાને પોલીસને માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન રાખવાનું કહેતા, પોલીસકર્મી ઉશ્કેરાઈ ગયો અને યુવાનને રસ્તા વચ્ચે જ મારમાર્યો હતો. જોકે લોકોનું ટોળું એકઠુ થતા પોલીસે આ યુવાનને પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી કરી ધરપકડ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાઇરસને લઇને ચાલેલા લાંબા લોકડાઉન બાદ હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી હતી, જોકે અનલોક શરૂ થતાની સાથે કોરોના દર્દી વધવા લાગતા ગુજરાત સરકાર દ્વારા કોરોના ગાઈડ લાઇન પ્રમાણે લોકોને માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સ પાલન ફરજીયાત કરવાની સુચના આપવામાં આવી છે.

ત્યારે લોકો આ ગાઈડલાઇનનું પાલન કરે તે માટે તંત્ર દ્વારા દંડ પણ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે લોકો વધુ જાગૃત થાય અને આ ગાઈડ લાઇનનું પાલન કરે તે માટે માસ્ક ન પહેરનારને દંડ કરવાની સત્તા પોલીસને આપવામાં આવી છે.

ત્યારે આજે સવારથી સુરત પોલીસ દ્વારા માસ્કને લઈને દંડ કરવામાં આવી રહ્યો છે, આજે સાંજે અડાજણ વિસ્તારમાં મેડિકલ એન્જીનીયર પોતાનું કામ પૂરું કરી વરાછા બાજુ જતો હતો, ત્યારે કતારગામ દરવાજા નજીક પોલીસે આ યુવાન અટકાવી લાઇસન્સ સાથે ગાડીના કાગળ માંગ્યા હતા. જોકે જે પોલીસ કર્મચારીએ તેને અટકાવ્યો હતો.

આ સમયે આ યુવાન દ્વારા તમામ જરૂરી કાગળ બતાવ્યા હતા. જોકે, ગાઈડ લાઇન પ્રમાણે પોલીસ કર્મચારીએ પણ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન રાખવાનું હોય છે તેવું યુવાને કહેતા આ પોલીસ કર્મચારી ગુસ્સે થઈ ગયો હતો અને આ યુવાનને ગંદી-ગંદી ગાળો આપવા સાથે તેને રસ્તા વચ્ચે જ ઢીબી નાખ્યો હતો.

આ ઘટના જોતા લોકોના ટોળે-ટોળે એકત્ર થઇ ગયા હતા. આ યુવાને પોલીસ કોરોના ગાઈડ લાઇનનું પાલન નથી કરતી અને લોકો પાસે પાલન કરાવવાના નામે દંડ કરતા હોય છે તેવું કહેતા લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. જેથી પોલીસક્રમીએ થોડીવારમાં જ પોલીસ ન ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે બોલાવી લીધા અને જબરદસ્તી આ યુવાનને પોલીસની ફરજમાં રુકાવટ કરતો હોવાના ગુના હેઠળ ધરપકડ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો