‘હું પણ વડોદરાનો ડોન છું’, આ બાબતે 31stએ દારૂ પાર્ટી કરતા લબરમૂછિયા મિત્રોના ઝગડામાં હત્યા, 9ની અટકાયત
રાજ્યના તમામ શહેરો અને તાલુકાઓમાં 31 ડિસેમ્બરે દારૂની પાર્ટી ના થાય તે માટે પોલીસ સક્રિય હોય છે. ત્યારે આ વર્ષે કોરોના વાયરસના પગલે મોટા શહેરોમાં કરફ્યૂ હોવાથી દારૂ રસિકો નાના ગામડામાં જઈને અથવા રાજ્ય બહાર જઈને પણ દારુ પાર્ટી કરવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો જ કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે, જેમાં લબરમૂછીયા મિત્રોએ 31 ડિસેમ્બરની દારૂ પાર્ટી નજીકના ગામમાં એક ખેતરમાં કરી જેમાં ઝગડો થતા એક યુવાનની હત્યા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, થર્ટી ફસ્ટે પોલીસને ગંધ ન આવે તે માટે દારૂ રસિક લબરમૂછિયાઓએ વડોદરાથી દૂર એક મિત્રના ગામમાં ખેતરમાં જઈ દારીની પાર્ટી કરવાનું આયોજન બનાવ્યું, જોકે, મોટી મોટી ફેંકવાની બાબતમાં બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ હિંસક ઝગડો થયો જેમાં બંને મિત્રોના ગ્રુપ સામસામે લાકડીઓ લઈ હુમલો કરવા લાગ્યા જેમાં એક એક યુવાનને માથામાં લાકડી વાગતા તેનું મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે પાર્ટીમાં સામેલ 9 યુવાનોની અચકાયત કરી તપાસ શરૂ કરી છે.
ખેતરમાં Three-D (ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ) પાર્ટીનું કર્યું આયોજન
વિગતે ઘટનાની વાત કરીએ તો, પાદરા તાલુકાના ઘાયજ ગામ પાસેના ખેતરમાં પણ સ્થાનિક અને વડોદરાના યુવાનો દ્વારા ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ એમ થ્રી-ડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી દરમિયાન ઝઘડો થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરા વિસ્તારમાં વણકરવાસમાં રહેતા હિતેશ પરમારનું મોત નીપજ્યું હતું.
પોલીસને મળેલી ફરિયાદ અનુસાર, ઘોરવા ગામનો ભાવિન પરમાર, વિરાટ ઉર્ફ બટકો આચાર્ય – ગોરવા, દેવેન્દ્રસિંહ ઉર્ફે મામા ચૌધરી – સુભાનપુરા, હિતેષ પરમાર – નવાપુરા, આ બધા 31 ડિસેમ્બરે બપોરે ભેગા થયા હતા અને અન્ય મિત્ર રાજન રાવ -સુભાનપુરાનો ફોન આવતા, બધા મિત્રોએ ઘાયજ ગામમાં એક ખેતરમાં Three-D (ડાન્સ, ડીનર અને ડ્રીંક્સ) પાર્ટી કરવાનું નક્કી કર્યું અને પરશુરામ ભઠ્ઠા પર જઈ ત્રણ દારૂની બોટલ લઈ પાર્ટી કરવા ખેતરમાં પહોંચી ગયા. આ સમયે અભિજીત મોબાઈલમાં વીડિયો જોઈ એક ખંજરના સીનની વાત કરતો હતો, તે સમયે હિતેશે કહ્યું, હું પણ વડોદરાનો ભાઈ છું. બસ આ બાબતનો ઝગડો મોટો થઈ ગયો અને મારા મારી શરૂ થઈ ગઈ જેમાં હિતેશને માથામાં લાકડી વાગી હતી, જેને પગલે તેનું મોત થયું છે.
આ મામલે સવારે ઘટનાની જાણ પાદરા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી હતો, અને લાશનો કબજો લઇ બોડીને પીએમ માટે મોકલી આપી હતી. આ સાથે તપાસ કરતા પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનોની અટકાયત કરી લઇ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પોલીસને હિતેષ પરમારની હત્યાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. હાલ પાદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

