ડો.એલિસન અને હોન્જોએ એ સિદ્ધ કરી બતાવ્યું કે કેન્સરનો આ છે ઇલાજ

અમેરિકાના વૈજ્ઞાનિક જેમ્સ પી એલિસન અને જાપાનના તાસુકૂ હોન્જોને ચિકિત્સા ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો. તેમનું રિસર્ચ જોખમી બીમારી કેન્સર વિશેનું હતું. જેથી તે વિશે જાણવામાં લોકોને રસ પણ ખૂબ પડે. તેમના સંશોધનથી એ વાત ફલિત થઇ છે કે, આપણા શરીરનું ઇમ્યૂનલ સિસ્ટમ કેન્સર જેવી બીમારી સામે લડી શકવા સક્ષમ છે. જેના કારણે કેન્સરના ઇલાજના દરવાજા ખૂલી ચૂક્યા છે. અત્યાર સુધી કેન્સરનો ઇલાજ સર્જરી, રેડિએશન અને કિમોથેરાપી સુધી સીમિત હતો. હવે ઇલાજનું ચોથુ ચરણ સામે આવી ચૂક્યું છે.

કેન્સર હજ્જારો લોકોનું જીવન લઇ ચૂકી છે. સમજવાની જરૂર એ છે કે જે શરીર કેન્સરની બીમારી સામે લાચાર છે એ જ શરીર હવે મજબૂત બની કેન્સર સામે લડી શકે છે. આ વર્ષના નોબલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકોની શોધમાં એ વસ્તુ છે.

આપણા શરીરમાં જ આવેલું ઇમ્યૂલન સિસ્ટમ જો લડવા માટે તૈયાર થઇ જાય તો આપણે ખુદ જ કેન્સરને નાથી શકીએ છીએ. બસ, તેને વધારવાની જરૂર છે. ડો.એલિસન અને હોન્જોએ વર્ષ 1990માં એ સિદ્ધ કરી બતાવ્યું હતું કે, શરીરમાં રહેલા પ્રોટીન ઇમ્યૂનલ સિસ્ટમના ટી સેલ પર બ્રેકનું કામ કરે છે. અને તેમને કેન્સરના સેલની સામે લડતા રોકે છે. આવા પ્રોટીન સેલને નિષ્ક્રિય કરી કેન્સર સામે લડવાની પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. આ રીતે આપણું શરીર ખુદ કેન્સરને હરાવી શકે છે.

ટી-સેલ

ટી-સેલ એટલે કે શ્વેતકણો. જે કેન્સરના સેલને ઓળખી તેનો નાશ કરવાનું કામ કરે છે. તેના તળીયામાં પંજાના આકારમાં રિસેપ્ટર્સ હોય છે. જે બહારથી આવેલા સેલને ઓળખી પકડવાનું કામ કરે છે.

ટી સેલને કરવા પડશે એક્ટિવ

ટી-સેલને એક્ટિવ કરવું પડશે. તેના માટે એક વિશેષ ટી સેલ કેન્સર સુધી પહોંચશે. જેની સાથે એક સ્ટિમ્યુલેટર પણ હશે. એ રીતે ટી સેલ કેન્સરના સેલને ઓળખી શકશે અને સેલ પર આક્રમણ કરશે.

ચેકપોંઇન્ટસ ખલેલ પહોંચાડશે

આ લડાઇ એટલી પણ આસાન નથી, જેટલી તમને વાંચવામાં લાગે. ટી સેલ સાથે કેટલાક ઇમ્યૂનલ ચેકપોંઇન્ટસ હશે. જે ટીસેલની ગતિવિધિઓને રોકશે. જેનાથી કેન્સર સેલને ફાયદો મળશે અને રોકાયા વિના તે આગળ વધ્યા કરશે.

ચેકપોંઇન્ટસનો ઇલાજ

વૈજ્ઞાનિકોએ ચેકપોંઇન્ટસનો પણ તોડ કાઢ્યો છે. તેના માટે કેટલીક દવાઓ આપવામાં આવશે જે ચેકપોંઇન્ટસને બ્લોક કરી દેશે. જે પછી ટી સેલ કેન્સર સેલ પર હુમલો કરશે. એક ટી સેલ હજ્જારો કેન્સરના સેલનો નાશ કરશે. અત્યાર સુધીમાં ચેંકપોંઇન્ટસને બ્લોક કરવાની ચાર દવાઓ ઉપયોગમાં લેવાય છે. જેને યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનની સ્વીકૃતિ મળી ચૂકી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો