આણંદના મોગરીના યુવકે જમીનની ફળદ્રુપતા વધારી આપતી દવાનું સંશોધન કર્યું, રૂ.100 જેવી નજીવી કિંમતમાં દ્રાવણ ઉપલબ્ધ

જમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા એક યુવકે ઘરગથ્થુ જ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી એક દ્રાવણ તૈયાર કર્યું છે. ડો. ઊર્જા એક્ટીવેટર 182 નામે ઓળખાતું આ દ્રાવણનો હાલ ચરોતરના પાક તેમજ જમીનમાં સફળતાપૂર્વક પ્રયોગ કરાયો છે. માત્ર રૂા.100 જેવી નજીવી કિંમતમાં ઉપલબ્ધ આ દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતો પોતાની આવક બમણી પણ કરી શકશે તેવો દાવો સંશોધનકર્તા યુવકે કર્યો છે.

ચરોતરમાં પ્રયોગ સફળ : રૂ. 100 જેવી નજીવી કિંમતમાં દ્રાવણ ઉપલબ્ધ.

આ અંગે વાત કરતા આણંદ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ખેડૂતોના પ્રશ્નના ફલસ્વરૂપે કામા ઈન્ટરનેશનલ ઓર્ગેનિક દ્વારા ડો. ઊર્જા એક્ટીવેટર 182માં વિવિધ જંગલોની વનસ્પતિ અને જમીનનો અભ્યાસ કરીને એક ખાસ પ્રકારની ટેક્નોલોજિ દ્વારા આ પ્રવાહી તૈયાર કરવામાં આવ્યું છે. તેને જૈવિક પદ્ધતિ અનુસાર બનાવવામાં આવ્યું છે. જે જૈવિક ખેતી કરતાં ખેડૂત મિત્રોને અને રાસાયણિક ખેતી કરતાં ખેડૂત મિત્રો માટે આર્શીવાદરૂપ સાબિત થશે. આ સંશોધનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવાનો છે.

નોંધનીય બાબત એ જ છે કે, આ પ્રવાહીના ઉપયોગથી મનુષ્ય, પ્રાણી કે અન્ય કોઈ જીવ જગતને કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી. આ દ્રાવણને છાણીયા ખાતરમાં મિક્સ કરીને પણ જમીનમાં આપી શકાય છે અથવા તો ખુલ્લા પાણી સાથે કે ડ્રીપ ઈરીગેશન દ્વારા જમીનમાં આપી શકાય છે. સીધા છોડ પર પણ છંટકાવ કરીને જો આપવામાં આવે તો પણ પાકમાં જીવાત પડતી નથી. જમીનમાં આપવાથી જમીનને પોચી અને હરીયાળી બનાવે છે.વાવેતર કરેલા પાકમાં આપવાથી નવા સફેદ તંતુમૂળમાં અઢળક વધારો થાય છે. જમીનમાં રહેલા ફૂગ અને જીવાતના ઈંડાને નિષ્ક્રિય કરે છે. જમીનમાં છીદ્વાવકાશમાં વધારો કરી નવા માઈક્રો ઓર્ગેનિઝમની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે. બઘા જ પાક જેમ કે, કપાસ-મગફળી, શાકભાજીના પાકો, રોકડીયા પાક, તેલીબીયાના પાક, કઠોળ, કંદમૂળ, બાગાયતી પાકમાં ઉપયોગ કરી શકાય છે. એક એકરમાં 200 લિટરના દ્વાવણનો ઉપયોગ કરી શકાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો