શરીરની ઘણી તકલીફો દૂર કરવામાં મેથી કારગર છે, જાણો તેનો ઉપયોગ કરવાની રીત

મેથીમાં ઇન્ફ્લમેશન ગુણ હોય છે. જેથી તે શરીરમાં થતી બળતરા અને સોજાને દૂર કરે છે. સાથે જ આ બેસ્ટ ઔષધી પણ છે. તેમાંથી પ્રોટીન, ફાયબર, મેંગનીઝ, કોપર, ફોસ્ફરસ, વિટામિન બી6 જેવા તત્વો પણ મળી રહે છે.

-1 ચમચી મેથીને રાત્રે એક કપ પાણીમાં પલાળો. સવારે આ પાણી પી લો. મેથી પણ ચાવીને ખાઓ. આ ઉપાયથી ડાયાબિટીસમાં ફાયદો થશે, સાથે જ તેનાથી આવતી નબળાઈ, વાના રોગો અને હૃદય રોગોમાં પણ લાભ થશે.

-મેથી, હળદર અને સૂંઠને સરખાં પ્રમાણમાં લઈને પાઉડર બનાવી લો. હવે તેમાંથી 1-1 ચમચી સવાર-સાંજ 1 ગ્લાસ ગરમ પાણી અથવા 1 ગ્લાસ દૂધ સાથે લો. આનાથી સાંધાનો દુખાવો, બધાં જ પ્રકારના વા રોગ અને સોજામાં ફાયદો થશે. આર્થ્રાઈટિસના જૂના રોગીઓ નિયમિત રીતે આ ચૂર્ણ ખાશે તો લાભ થશે

-મેથીને શેકીને તેને વાટી લો. પછી 1 કપ પાણીમાં અડધી ચમચી તેનો પાઉડર અને નાનો ટુકડો આદુનો નાખીને ઉકાળીને પીવો. શરદી-ખાંસીમાં આરામ મળશે.

ઘણાં પ્રકારની તકલીફોને દૂર કરી દેશે મેથી દાણાના આ ઉપાય, અજમાવી જુઓ

– ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

-રોજ સવાર સાંજ 1-1 ગ્રામ મેથીના દાણા પાણી સાથે ગળી જવાથી ધૂંટણ તથા હાડકાંના સાંધાઓ મજબૂત થાય છે. વાયુના રોગો થતા નથી, ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ પણ થતું નથી. શરીર સ્વસ્થ રહે છે તથા સ્થૂળતા વધતી નથી.

– અપચો, કબજિયાતની સમસ્યા હોય તો અડધી ચમચી મેથી દાણા પાણી સાથે સવાર-સાંજ ગળવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

(અહીં જણાવેલા મેથીના ઉપાય સ્વામી રામદેવજીની બુક ઔષધ દર્શનમાંથી લીધેલા છે.)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો