ઉનાળામાં પીવો વરિયાળીનું પાણી, કબજિયાત સહિત પેટની સમસ્યાથી મળશે છુટકારો, શરીરને રાખશે ઠંડુ, જાણો અને શેર કરો

ઘણા લોકો મોઢાની દુર્ગંધથી બચવા માટે વરીયાળી ખાવાનું પસંદ કરે છે, મુખવાસ તરીકે પણ વરીયાળી ખાય છે. વરીયાળી માત્ર માઉથ ફ્રેશનર તરીકે જ કામ આવતી નથી, તેનો ઉપયોગ શરીરમાં ઉભી થયેલી સમસ્યાઓ દૂર કરવા પણ થાય છે. વરીયાળી આયુર્વેદિક ઔષધિ છે. જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો ઉનાળામાં વરિયાળીનું શરબત પણ પીવે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ઠંડુ રહે છે અને પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે.

જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમને દિવસમાં એક વખત વરિયાળીનું પાણી પીવું જ જોઇએ. વરિયાળીનું પાણી બનાવવા માટે રાત્રે એક ગ્લાસમાં પાણી લઈ 2 ચમચી વરીયાળી અને થોડીક સાકર પલાળીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને પી જાવ. આવું કરવાથી બિમારીમાંથી છૂટકારો મળશે. તો ચાલો જાણીએ, ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે.

વજન ઘટાડવા ઉપયોગી
વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેથી વ્યક્તિને પેટ ભરેલું હોય તેવું લાગે છે. વરિયાળીમાં કેલેરીનું પ્રમાણ નહીંવત્ હોય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વરિયાળી શરીરમાં ચરબીને એકઠી થવા દેતી નથી. પરિણામે સ્થૂળતાનું જોખમ પણ ઘટાડે છે. આ ઉપરાંત વરિયાળીનું પાણી પીવાના કારણે ઝેરી તત્વો પણ શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં ચયાપચનની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. જે વજન ઓછું કરવા મદદરૂપ બને છે.

પેટની સમસ્યાથી છુટકારો
ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી પેટ અને શરીર ઠંડુ રહે છે. પેટની બીમારીઓમાંથી છુટકારો મળે છે. કબજીયાત અને પેટના દુ:ખાવાથી રાહત મેળવવા પણ લોકો વરિયાળીનું પાણી પીવે છે.

કબજિયાત દૂર કરે
વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેનાથી પાચન સારું થાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે. વરિયાળીનું પાણી નિયમિત પીવાથી ગેસ અને એસીડીટી સમસ્યા પણ દૂર થાય છે. જે લોકો અપચા અને કબજિયાત પીડાતા હોય તેમણે વરિયાળીનું પાણી પીવું જોઈએ. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જાય છે અને લીવર સ્વસ્થ રહે છે.

આંખો માટે અસરકારક
વરીયાળીના કારણે આંખોનું વિઝન સારું થાય છે. જો તમે રોજ વરિયાળીનું પાણી પીવો તો આંખો તંદુરસ્ત રહે છે અને તેમાં ઇન્ફેક્શન લાગતું નથી.

યાદશક્તિ વધારે
યાદ શક્તિ વધારવા માટે પણ વરિયાળીનું સેવન લાભદાયક રહે છે. તે માટે વરિયાળી અને સાકરનું પાણી પીવું જોઈએ.

ઉધરસમાં રાહત આપે
ખાસી વધી જાય તો લવિંગ સાથે વરિયાળીનું સેવન કરવું ફાયદાકારક રહે છે. 10 ગ્રામ વરીયાળીના રસમાં મધ ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત સેવન કરવું. જેનાથી ઉધરસ મટી જશે. વરિયાળીનો ઉકાળો બનાવવા એક ચમચી વરિયાળી અને બે ચમચી અજમો એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. તેને ગાળી મધ ભેળવી પી જાવ. ઉધરસ દૂર થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો