સુરતની ઘટના: સિવિલમાં ઢળી પડેલી મહિલા દર્દી ઓપીડી બહાર 1 કલાક પડી રહી, લોકોએ પણ જોયો તમાશો

નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં 12:30 વાગ્યે પાંડેસરા હીરા નગરમાં રહેતા ગીતાદેવીને પેટમાં અસહ્ય દુ:ખાવા સાથે તાવ હોવાથી તેમના પતિ ચંદ્રશેખર સાથે લઈને પહોંચ્યા. કેસ કઢાવીને ગીતાદેવીને ઈમરજન્સી મેડિસીન વિભાગમાં લઈ ગયા. જ્યાં ડોક્ટરે ગીતાદેવીને ઓપીડીમાં બતાવવા કહીં દીધું. જેમ તેમ ટ્રોમાં સેન્ટર પહોંચેલા ગીતાદેવી અને તેમના પતિ ટ્રોમાં સેન્ટરમાંથી જેમ તેમ કરીને ઓપીડીની બહાર પહોંચ્યા. ઓપીડીની લાઇનમાં ઉભા રહી શકે તેવી તેમની સ્થિતિ ન હતી. છતાં મજબૂરી વશ તેઓ લાઇનમાં ઉભા રહ્યા પણ થોડો સમયમાં જ તેઓ ઓપીડીની સામે જ લેબોરેટરી પાસે ફસડાઈ પડ્યા અને બીજી તરફ ઓપીડી પણ બંધ થઈ ગઈ

અશક્તિના કારણે ઢળી પડી હતી મહિલા

ગીતાદેવી પર સિક્યુરિટી ગાર્ડની નજર પડી તો તેણે ડોક્ટરને જાણ કરી. ડોક્ટરે પણ સિક્યુરિટી ગાર્ડને સર્વન્ટની મદદથી દર્દીને ઈમરજન્સી વિભાગમાં લઈ જવા કહીં દીધું.જોકે સર્વન્ટે પણ તેની ડ્યૂટી પુરી થઈ ગઈ હોવાનું જણાવી પોતાના હાથ ઉંચા કરી દીધા. હોસ્ટિપલના દપેસેજમાં પડેલા ગીતાદેવી પાસેથી એક પછી એક તબીબ પસાર થતાં રહ્યાં . એક કલાક સુધી આ મહિલા ત્યાંજ પડી રહી. દરમિયાન એક વ્યક્તિએ આરએમઓને જાણ કરતાં તેમણે તાત્કાલિક ગીતાદેવીને ઈમરજન્સી મેડિસીન વિભાગમાં મહિલા સર્વન્ટ સાથે વ્હીલચેર પેર બેસાડીને મોકલાવ્યા હતા. જ્યાં પણ થોડીવાર સુધી ઇમરજન્સી વિભાગે દુર્લક્ષ સેવતા આખરે સીએમઓનું આ મુદ્દે ધ્યાન દોરાયા બાદ ઈમરજન્સી મેડિસીન વિભાગના તબીબ હરકતમાં આવ્યા હતા અને તેમની સારવાર શરૂ કરી હતી. જોકે આ ઘટના બાબતે સીએમઓ ડૉ.રાજીવ બર્મને જણાવ્યું હતું કે અશક્તિના કારણે મહિલા દર્દી ઢળી પડી હતી. તેની તબિયત વધુ ગંભીર ન હતી.

માનવતાવિહોણું સિવિલ તંત્ર!

સિવિલમાં ઇમર્જન્સી કેસને ટલ્લે ચઢાવીને કલાક-દોઢ કલાકે સારવાર નસીબ થાય એવો કિસ્સો સોમવારે પ્રકાશમાં આવ્યો છે. પેટમાં અસહ્ય દર્દ અને ધગધગતા તાવ સાથે ઇમર્જન્સી કેસ કઢાવવા છતાં એક આધેડ વયની મહિલા ઓપીડીમાં ધકેલાઈ, જ્યાં પોણો કલાક ઊભા રહ્યા બાદ દરવાજા બંધ થઈ જતાં આખરે મહિલા ત્યાં જ ફસડાઈ પડી. માનવતાવિહોણું સિવિલ તંત્ર તો ઠીક, અડધો કલાક સુધી અહીંથી પસાર થનારા લોકોએ પણ તમાશો જોયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો