એર ઇન્ડિયાની મહિલા પાયલટોએ રચ્યો ઈતિહાસ- નોર્થ પોલ પાર કરી સાન ફ્રાન્સિસ્કોથી નોનસ્ટૉપ ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ

એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે સવારે સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ પહોંચી હતી. આ અનેક પ્રકારે ખાસ હતું, કારણ કે વિમાને એરપોર્ટ પર લેન્ડ કરતાં જ ઇતિહાસ રચી દીધો છે. આ ફ્લાઇટ (AI-176)નાં તમામ પાઇલટ મહિલાઓ છે. તેમણે ઉત્તર ધ્રુવની ઉપરથી દુનિયાના સૌથી લાંબા રુટથી ઉડાન ભરી હતી. એર ઈન્ડિયા મુજબ, આ દુનિયાની સૌથી લાંબો કોમર્શિયલ ઉડાન છે.ય

આ દરમિયાન વિમાને સાડા 13 કલાકમાં 13 હજાર 993 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ક્રૂ-સભ્યોની ટીમની કમાન કેપ્ટન જોયા અગ્રવાલે સંભાળી હતી. કોકપિટમાં તેના ઉપરાંત કેપ્ટન પાપાગરી થનમઈ, કેપ્ટન આકાંક્ષા સોનવરે અને કેપ્ટન શિવાની મન્હાસ ઉપસ્થિત રહી હતી. વિમાન આવતાંની સાથે જ એરલાઇન્સ કંપનીના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તમામનું સ્વાગત કર્યું હતું.

ઉડ્ડયનમંત્રીએ કહ્યું- આ યુવતીઓએ ઇતિહાસ રચ્યો

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ ઉજવણીનો પ્રસંગ છે. આ યુવતીઓએ ઇતિહાસ રચ્યો છે. ઉત્તર ધ્રુવની ઉપરથી ઉડાન દ્વારા સાન ફ્રાન્સિસ્કોથી બેંગલુરુ પહોચવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.

જ્યારે એર ઇન્ડિયાએ પણ સોશિયલ મીડિયા પર આ ટીમને સો અભિનંદન આપ્યાં છે. તેમણે લખ્યું છે કે એક શાનદાર પ્રવાસ પૂર્ણ કર્યા પછી ફ્લાઇટે લેન્ડ કર્યું છે. એર ઇન્ડિયાને ગૌરવ અપાવવા બદલ ખૂબ જ આભાર. અમે AI-176ના મુસાફરોને પણ તેમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. આ એક ઐતિહાસિક ક્ષણ છે.

સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટના અધિકારીઓએ આ અવસરે એર ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યાં છે. તેમણે લખ્યું કે આ એક ઐતિહાસિક ઉડાન હતી.

ટીમને લીડ કરી રહેલી કેપ્ટન જોયાએ ઉડાન પહેલાં કહ્યું હતું કે દુનિયામાં ઘણાબધા લોકો છે, જેમને ક્યારેય ઉત્તર ધ્રુવ નથી જોયું. કેટલાક તો એવા છે, જેમણે એને નકશા પર પણ નહીં જોયું હોય. હું ખૂબ જ ગર્વ અનુભવી રહી છું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરલાઇને મારા પર વિશ્વાસ દર્શાવ્યો. ઉત્તર ધ્રુવની ઉપર બોઇંગ-777 ને કમાન્ડ આપવો એ મારા માટે કોઈ સુવર્ણ તકથી ઓછું નથી. જોયા બોઇંગ-777ને ઉડાન ભરનારી સૌથી યુવા મહિલા પાઇલટ છે. તેણે આ રેકોર્ડ 2013માં બનાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો