લોકડાઉનના ભયથી સુરતમાં શ્રમિકોનું પલાયન, એસટી ડેપો પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થતાં બસમાં ચઢવા ધક્કામુક્કી

ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે. સરકાર ગમે તે ઘડીએ લોકડાઉન લગાવી શકે તેવો પરપ્રાંતિયો શ્રમિકોમાં ડર છે. જો કે સરકાર અનેક વખત ચોખવટ કરી ચૂકી છે કે લોકડાઉન નહીં લાગે. તેમ છતાં ગત વર્ષના ખરાબ અનુભવને કારણે પરપ્રાંતિયોમાં આજે પણ લોકડાઉનનો ડર હાવી છે. તેવામાં સુરતમાં પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે. જેને કારણે એસટી ડેપો પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ હતી.

સુરતમાં પરપ્રાંતિયોએ લોકડાઉનના નામથી થરથર કાંપી રહ્યા છે. અને એ જ કારણ છે કે કોરોનાનાં હજારો કેસો સામે આવતાં જ શ્રમિકોમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. જેને કારણે શ્રમિકો વતન જવા માટે તત્પર બન્યા છે. અને એસટી ડેપો આગળ મોટી સંખ્યામાં શ્રમિકોનું પલાયન થયું છે. પણ આટલી મોટી સંખ્યાને કારણે બસોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. અને બસમાં સીટ મેળવવા માટે લોકો ધક્કામુક્કી કરી રહ્યા છે. બસની કેપેસિટી કરતાં પણ વધારે લોકો બસમાં ચઢી રહ્યા છે.

જો કે સરકાર દ્વારા અવારનવાર જણાવવામાં આવી રહ્યું છે કે, લોકડાઉન નહીં લાગે તેમ છતાં પરપ્રાંતિયો શ્રમિકોમાં તેનો ડર દૂર થતો નથી. બીજી બાજુ સુરતમાં કોરોના કેસો વધતાં અનેક જગ્યાઓએ સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. જેને કારણે ઉદ્યોગ ધંધા બંધ છે. તેવામાં શ્રમિકો ફરીથી એકવાર પોતાની વતન જવા માટે અધીરા બન્યા છે. તેવામાં સરકાર તરફથી વધારે બસો ફાળવવામાં આવે કે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો