અભણ પિતાનું દીકરાને ભણાવવાનું ઝનૂન તો જુઓ, પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર સાયકલ ચલાવીને પહોંચ્યા

કોવિડ-19 જેવી મહામારીને લઇને જ્યાં છેલ્લા કેટલાક દિવસથી બસો બંધ થવાના કારણે સામાન્ય લોકો પરેશાન છે. તો વિદ્યાર્થીઓ પણ કોરોનાના કારણે મુશ્કેલીમાં છે. મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક પિતા પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે 105 કિલોમીટર દૂર સાયકલ પર બેસાડીને પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા. ઉલ્લેખનીય છે કે એવા બાળકો જેઓ 10માં અને 12માં ધોરણમાં પાસ નથી શક્યા તેમનો ઉત્સાહ વધારવા માટે મધ્ય પ્રદેશ સરકારે ‘રૂક જાના નહીં’ અભિયાન ચલાવ્યા છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાના કારણે સાધનો બંધ

આ અભિયાન અંતર્ગત પરીક્ષાઓમાં નિષ્ફળ થયેલા બાળકોને એકવાર ફરીથી પાસ થવાની તક આપવામાં આવી, જેને લઇને નિષ્ફળ થયેલા બાળકોની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. ગામ બયડીપુરાના રહેવાસી શોભારામના દીકરા આશીષની પણ પરીક્ષા હતી અને પરીક્ષાનું સેન્ટર આખા જિલ્લામાં ફક્ત ધાર બનાવવામાં આવ્યું. કોરોના સંક્રમણના કારણે બસો અત્યારે ચાલું નથી થઈ જેના કારણે તેમણે ધાર પહોંચવા માટે કોઈ સાધન નહોતુ મળી રહ્યું અને ના ગરીબીમાં તેઓ કોઈનું સાધન ભાડે કરી શકે છે.

2 દિવસનો ખાવા-પીવાનો સામાન લઇને બાપ-દીકરો નીકળી પડ્યા મંઝિલ ભણી

અભ્યાસના મહત્વને સમજતા ગરીબ અને અભણ 38 વર્ષિય પિતા પોતાના બાળકની સાથે ધાર પહોંચવા માટે સાયકલથી નીકળી પડ્યા. બંને પિતા-પુત્ર સાયકલની સાથે 2 દિવસના ખાવા-પીવાનો સામાન પણ લઇને આવ્યા. રાત્રી રોકાણ તેમણે મનાવરમાં કર્યું અને બીજા દિવસે સવારે ધાર પહોંચ્યા. ધારમાં આશીષે ભોજ કન્યા વિદ્યાલયમાં પરીક્ષા આપી. આશીષના પિતા શોભારામનું કહેવું છે કે પૈસા અને કોઈ સાધન ના હોવાના કારણે આને સાયકલથી જ પરીક્ષા આપવા લઇને આવ્યો છું. મારી પાસે મોટર સાયકલ નથી અને કોઈ મદદ નથી કરતુ. હું ઇચ્છુ છું કે મારો દીકરો કંઇક ભણે-લખે એટલે હું આવ્યો. મારા બાળકની પરીક્ષા 24 ઑગષ્ટ સુધી છે.

ધાર વહીવટી તંત્રએ રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી

તો આશીષનું કહેવું છે કે તે બયડીપુરામાં રહે છે. 10મા ધોરણમાં તેને ત્રણ વિષયમાં ફરી પરીક્ષા આપવાની છે અને પિતાની સાથે સાયકલ પર પરીક્ષા આપવા ધાર આવ્યો છે. ધાર વહીવટી તંત્રને જ્યારે આ વિશે ખબર પડી તો તેમણે 24 તારીખ સુધી તેમના રોકાવાની વ્યવસ્થા કરી છે. સાથે જ ભોજનની પણ વ્યવસ્થા કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો