18 વર્ષના દીકરાને ફોનની ટેવ છોડવવા માટે પિતા એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં વાહન કે નેટવર્ક ન આવે
કેનેડામાં કેલગરી શહેરના રહેવાસી જેમી ક્લાર્કના 18 વર્ષના દીકરાને સ્માર્ટફોનની આદત પડી ગઈ હતી. તે જરુર કરતાં વધારે સમય સુધી ફોન પાછળ પોતાનો સમય ખર્ચતો હતો. દીકરાની આ ટેવ છોડાવવા માટે જેમીએ એક આઈડિયા વિચાર્યો અને તેઓ પોતાના 18 વર્ષના દીકરા ખોબને સ્માર્ટફોનની દુનિયાથી દૂર લઈ ગયા. બાપ-દીકરાએ મોંગોલિયા ટ્રિપ કરી જ્યાં કોઈ વાહન કે નેટવર્ક આવતું નથી. આ ટ્રિપથી ખોબ સ્માર્ટફોનથી દૂર અને તેના પરિવારની નજીક આવી ગયો છે.

1 મહિનાની ટ્રિપે દીકરાની જિંદગી બદલી દીધી
બાપ-દીકરાએ 1 મહિનાની અંદર મોંગોલિયા દેશમાં 2200 કિલોમીટરનો સફર મોટરબાઈક, ઘોડા અને ઊંટ પર કર્યો. મોંગોલિયા કેનેડાથી 8000 કિલોમીટર દૂર આવેલું છે. બાપ-દીકરાએ રાત ટેન્ટમાં વિતાવી હતી. 1 મહિનામાં જેમીએ તેના દીકરામાં ઘણો બદલાવ જોયો અને તેની સ્માર્ટફોનની ટેવ છોડાવી દીધી.
ખોબાના પિતા જેમી પર્વતારોહક છે
ખોબે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મને સ્માર્ટફોનની વધારે પડતી જ ટેવ પડી ગઈ હતી. હું કંટાળતો અને સીધો યુટ્યુબ અને નેટફ્લિક્સ ચાલુ કરી દેતો હતો. મને હવે ખબર પડી કે મારી તે જિંદગી કેટલી બોરિંગ હતી ! આ ટ્રિપે મને જિંદગી જીવતાં શીખવાડ્યું. મારો અને મારા પિતાનો બોન્ડ પણ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ ગયો છે. જેમી એક પર્વતારોહક છે, તેમણે બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

