ઘોર કળિયુગ! પહેલાં પિતરાઈ ભાઈ પછી સગા પિતાએ જ સગીરા સાથે દુષ્કૃત્ય આચરીને 2 માસનો ગર્ભ રાખ્યો

જામનગરના ભાગોળે આવેલા એક ગામમાં ચારેક માસ પહેલા સગીરા પર પિતરાઈ ભાઈએ દુષ્કૃત્ય આચરીને ગર્ભ રાખી દીધાની નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ડીએન ટેસ્ટમાં પિતાએ દુષ્કૃત્ય આચરીને ગર્ભ રાખી દેતાં ચકચાર મચી જવા પામી છે.

આ કેસની વિગત એવી છે કે, ચારેક માસ પહેલા ધુંવાવ ગામમાં સગીરાને પેટનો દુઃખાવો થતા તપાસમાં તેણી ગર્ભવતી હોવાનું બહાર આવતાં તેણી ઉપર પિતરાઈ ભાઈએ દુષ્કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જે અંગેની પંચકોશી એ ડિવિઝનના પીએસઆઈ ડી.પી.ચુડાસમાએ તપાસ આરંભી હતી અને પોલીસે સગીરાના પિતરાઈ ભાઈને ઝડપી લીધો હતો અને સગીરાના ગર્ભનો ડી.એન.ટેસ્ટ કરાવતાં તે મેચ થતો ન હતો.

જેથી પોલીસે ફરી સગીરાને પોલીસ સ્ટેશને બોલાવીને તેણીની સાથે બનેલી ઘટનાની હકિકત જણાવવાનું કહ્યું હતું. જેથી તેણીએ જણાવ્યું હતું કે, તેણીનો પિતરાઈ ભાઈ દુષ્કૃત્ય આચરતો હોય ત્યારે તેણીનો પિતા જોઈ ગયા હતાં. જે બાદ પિતાએ પણ સગી પુત્રી ઉપર નજર બગાડી હતી અને તેણીના પિતાએ અવાર-નવાર સગી પુત્રી ઉપર દુષ્કૃત્ય આચર્યાનું અને બે માસનો ગર્ભ રાખી દીધાનું જણાવ્યું હતું. જેથી પોલીસે પહેલા તેણીના પિતાના લોહીના નમુના લઈને ડી.એન.ટેસ્ટ માટે મોકલ્યા હતાં. જે સગીરાના ગર્ભ સાથે મેચ થયા હતાં.

જેથી પોલીસે આજે તેણીના પિતાની ધરપકડ કરીને પુછપરછ કરતાં આખો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે વધુ પુછપરછ માટે રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પિતા-પુત્રીના પવિત્ર સબંધને લાંછન લગાડતો બનાવ પ્રકાશમાં આવતાં જામનગર પંથકમાં નરાધમ પિતા પર ચોતરફથી ફીટકાર વરસી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો