વડોદરામાં પોલીસે પુત્રનું ટુ-વ્હીલર ડીટેઈન કરતા પિતાએ રોડ પર સુઈ જઇને હોબાળો મચાવ્યો, પોલીસે અટકાયત કરી

ટ્રાફિક નિયમભંગ બદલ ભારેખમ દંડ વસુલવાના નિયમનો અમલ કરવા પોલીસ દ્વારા રોજ ચેકિંગ કરાઇ રહ્યું છે. ત્યારે કાલાઘોડા સર્કલ પાસે સોમવારે બપોરે હેલમેટ વિનાના ચાલકને રોકતા તેના પિતાએ આવી હોબાળો મચાવ્યો હતો. મકરપુરાની ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતો જલેસ તુષાર શાહ સોમવારે બપોરે 1-30 વાગે પંચમુખી હનુંમાન મંદિર પાસે પસાર થતો હતો ત્યારે હેલમેટ પહેર્યું ના હોવાથી ટ્રાફિક પોલીસે તેને રોકયો હતો, જેથી જલેસે હું હેલમેટ પહેરવાનો નથી તેમ કહી પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. થોડી વારમાં તેના પિતા તુષાર શાહ પણ દોડી આવ્યા હતા .તુષાર શાહે પણ હેલમેટનો વિરોધ કરી દંડ નહી ભરુ તેમ જણાવી ઉગ્ર બોલાચાલી કરી હતી અને રસ્તા પર જ સુઇ ગયા હતા, જેથી ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. એક કલાક સુધી ભારે હોબાળો મચ્યો હતો. ત્યારબાદ રાવપુરા પોલીસે પિતા પુત્રની અટકાયત કરી ગુનો પણ નોંધ્યો હતો.

અહીં પણ વિરોધ, ધારાસભ્યોને બંગડી મોકલાઇ

શહેરની ટીમ રીવોલ્યુશન દ્વારા સોમવારે લાલ કોર્ટ પાસે ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કરી જયાં સુધી રસ્તા ટ્રાફિક નિયમ અનુસાર ના બને ત્યાં સુધી દંડ ના ઉઘરાવા દેખાવો કરાયા હતા. રસ્તાના ખાડા ના હોવા જોઇએ સહિતની માગણી કરી તમામ ધારાસભ્યોને બંગડી મોકલાઇ હતી.

નિયમમાં ઢીલ નહીં, ત્રીજા દિવસે દંડ બમણો થયો

મોટર વ્હીકલના નવા એક્ટના અમલના ત્રીજા દિવસે ટ્રાફિક પોલીસની 10 ટીમોએ આજે 8 પોઇન્ટ પર ડ્રાઇવ કરી 1057 વાહન ચાલકોને નિયમ ભંગ કરતાં પકડી કુલ રૂા. 4.61 લાખની વસૂલાત કરી હતી. પહેલા બે દિવસમાં અનુક્રમે પોલીસે રૂા. 2.06 લાખ અને રૂા. 2.76 લાખની વસૂલાત કરી હતી.

સ્ટુડન્ટ પાસે પૈસા ન હોવાથી વાહન ડીટેઈન કર્યું

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ એ-6, ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં તુષારભાઇ શાહ પરિવાર સાથે રહે છે. અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે. આજે બપોરે તેમનો પુત્ર હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હિલર લઇને કોલેજ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન સયાજીગંજ કાલાઘોડા પાસે ટ્રાફિક પોલીસે રોક્યો હતો. અને નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ ભરવા જણાવ્યું હતું. સ્ટુડન્ટે હાલ પૈસા ન હોવાનું જણાવતા પોલીસે ટુ-વ્હિલર જમા કરી લીધું હતું. અને દંડ ભરીને ટુ-વ્હિલર છોડાવી જવા માટે જણાવ્યું હતું.

સ્ટુડન્ટના પિતાએ ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો

પોલીસે વાહન કબજે લઇ લેતા યુવાને તેના પિતાને જાણ કરી હતી. તુરંત જ પિતા તુષારભાઇ શાહ સ્થળ પર દોડી આવ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. તુષારભાઇ શાહ રોડ ઉપર સુઈ ગયા હતા. અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો. વાહનોથી ધમધમતા માર્ગ ઉપર સુઈ જઇને નવા ટ્રાફિક નિયમોના તુષારભાઇએ કરેલા વિરોધે આકર્ષણ જમાવ્યું હતું.

પોલીસે વિરોધ કરનારની અટકાયત કરી

પસાર થતાં વાહન ચાલકો પણ પોતાના વાહન ઉભા કરી દઇને તમાશો જોવા ઉભા થઇ ગયા હતા. એક તબક્કે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. જોકે, આ અંગેની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને તુષારભાઇની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી.

પોલીસનો પગાર કાઢવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે

તુષારભાઇ શાહે જણાવ્યું કે, પોલીસનો પગાર કાઢવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. વિરોધ કરવા પાછળનું કારણ લોકોને જાગૃત કરવાનો છે, જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે કાયદા કેમ કાઢતા નથી. તેવા વેધક સવાલો કર્યાં હતા. હું હેલ્મેટ લાવી શકુ છું. પરંતુ હેલ્મેટ, પી.યુ.સી., લાયસન્સ જેવા કાયદાઓ લાવવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટવાનું નથી. આ કાયદો રદ્દ કરવામાં આવે તેવી મારી માંગણી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો