સુરતમાં આશ્વર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો: લગ્ન પહેલા વેવાઇ ભાવિ વેવાણને લઇ ભાગી ગયા, પછી…

તમે બોલિવુડની સુપર હિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ જોઈ છે? જેમાં વરરાજા બનેલા મોહનિસ બહેલના કાકા આલોકનાથ અને દુલ્હન રેણુકા સહાણેની માતા રિમા લાગૂ ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે જ્યારે રિમા લાગૂનો પતિ અનુપમ ખેર, આલોકનાથને કોલેજના દિવસોમાં રિમા પ્રત્યે ક્રશ હોવાનો ઘટસ્ફોટ કરે છે. જો કે, બધા આ વાત પર હસે છે અને બાદમાં લગ્ન શાંતિપૂર્ણ રીતે પૂરા થાય છે.

જો કે, સુરતમાં જે કિસ્સો બન્યો છે તે ઘણો નવાઈ ઉપજાવે તેવો છે. વાત એમ છે કે, વરરાજાના પિતા અને દુલ્હનની માતાને પોતાના યુવાનીના દિવસોનો પ્રેમ યાદ આવી જતાં તેઓ કથિત રીતે ફરાર થઈ ગયા, જેના કારણે બે યુવાહૈયાનું મિલન થતાં-થતાં રહી ગયું અને તેમના લગ્ન કરવાના પ્લાનિંગ પર પાણી ફેરવાઈ ગયું. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં લગ્ન થવાના હતા પરંતુ 48 વર્ષીય પુરુષ અને 46 વર્ષીય મહિલાની છેલ્લા 10 દિવસથી કોઈ ભાળ નથી.

કતારગામમાં રહેતો વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસથી ગુમ છે તો નવસારીમાં રહેતી મહિલાએ પણ પોતાનું ઘર છોડી દીધું હતું. બંને ભાગી ગયા હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે, જેના કારણે બંનેના પરિવારના સભ્યો પણ ક્ષોભજનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બંનેના પરિવારે પોલીસ સમક્ષ ગુમ થયાના ફરિયાદ નોંધાવી હતી.

સગાઈ થયા બાદ યુવક અને યુવતી છેલ્લા એક વર્ષથી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. તેઓ એક જ સમાજના હોવાથી સગાઈ કરતા પહેલા બંનેના પરિવારની મુલાકાત કરાવવામાં આવી હતી. જો કે, લગ્નની એક મહિનાની વાર હતી ત્યાં જ બંને ભાગી જતાં બધા ચોંકી ગયા હતા.

પારિવારીક સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વરરાજાના પિતા અને વરવધૂની માતા બંને પહેલાથી એકબીજાને ઓળખતા હતા. અને બંને યુવાનીના સમયથી લગ્ન કરવા માંગતા હતા. પોલીસને જાણ કર્યાના 10 દિવસ થયા હોવા છતાં હજુ સુધી પોલીસને આ બંનેનું પગેરૂ મળ્યું નથી જેથી બંને પરિવારે યુવક-યુવતીના લગ્ન કેન્સલ રાખ્યા છે અને આ સબંધ પર પૂર્ણવિરામ મુક્યું છે.

એક તરફ જ્યાં લગ્નની શરણાઇ વાગવામાં થોડા દિવસોની વાર હતી. યુવક અને યુવતી બંને લગ્નને લઇને ઉત્સાહમાં હતા અને મોટાભાગની ખરીદી પણ થઇ ગઇ હતી. એવામાં વેવાઇ ભાવી વેવાણને લઇને ભાગી જવાની ઘટના સામે આવતા બંને પરિવારો વચ્ચે સબંધો વણસી ગયા હતા અને યુવક-યુવતી બંનેએ આ લગ્ન કરવાનું કેન્સલ રાખ્યું હતુ.

વેવાઈ-વેવાણ ભાગી જતાં સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે આ સિવાય તેમના ફોટો પણ ફરતા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો