રાજકોટમાં પિતાનો વલોપાતઃ પુત્રી જે માગે તે હું લઈને આપતો, છેલ્લે મને કહ્યું હું આ ઘરનું પાણી નહીં પીવ એટલે કાળ ચડ્યો ને ધોકા માર્યા

ગુરૂવારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઈ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવ્યો હતો. તેણે કહ્યું હતું કે, મારી દીકરી જે માગતી તે હું લઈ આપતો હતો. પરંતુ છેલ્લે તેણે મને એવું કહ્યું કે આ ઘરનું પાણી હવે હું નહીં પીવ. બસ આ શબ્દો સાંભળી મને કાળ ચડ્યો અને ધોકા મારી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પિતાએ ઉધાર કરીને પણ દીકરીને એક્ટિવા, મોબાઈલ લઈ આપ્યો

પોલીસમાંથી મળતી માહિતી મુજબ પિતાએ ઉધાર કરીને પણ એક્ટિવા, એન્ડ્રોઇડ મોબાઇલ સહિતની ચીજવસ્તુઓ લઇ આપી હતી. દીકરીને ફટકાર્યા બાદ ગોપાલભાઇએ જુનાગઢ રહેતાં કૌટુંબિક ભાઇને ફોન કરી ઘટનાની જાણ કરી અને પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. વીસેક દિવસ પહેલા ઇલાને જુનાગઢમાં તેના કાકાએ સમજાવી હતી. 23 જુલાઈએ પિતાનું ઘર છોડી વિધર્મી યુવાન પાસે જતી રહી હતી. 4 ઓગસ્ટના રોજ બંને સમાજના આગેવાનો ભેગા થતાં ઇલા પરત પિતાના ઘરે આવી ગઇ અને 6 ઓગસ્ટના રોજ પિતાના હાથે હત્યા થઇ હતી. પોલીસ સમક્ષ પિતાએ જણાવ્યું હતું કે, મને હતું કે દીકરી મારા ઘડપણની લાકડી બનશે, પણ મારા હાથે જ તેની હત્યા થઇ ગઇ. પિતાએ રાતભર પોલીસ મથકમાં આંસુ વહાવ્યા હતા અને ભોજન પણ ત્યજી દીધું હતું.

એક જ જીદ પકડીને બેઠી હતી કે બસ મને મારા પ્રેમી સાથે પરણાવી દ્યો

પોલીસ સમક્ષ ગોપાલભાઈએ આપવીતી જણાવતા કહ્યું હતું કે, સાહેબ, શું કરવું એ કોઇ વાતે સમજવા તૈયાર જ નહોતી, એની એક જ જીદ હતી કે મને મારા પ્રેમી પાસે જવા દ્યો, મારા લગ્ન એની સાથે કરાવી દ્યો. એ શક્ય જ નહોતું. હું એને જે જોઇએ એ લઇને આપતો હતો, મારી એકની એક દીકરી હતી. હું ભલે રોજના ચારસો રૂપિયા કમાતો હોઉ, પણ એને એક્ટિવા, એન્ડ્રોઇડ મોબાઇલ એમ બધું લઇ આપતો હતો. ગઇકાલે મેં એના માટે ચા બનાવી અને પીવા આપી તો ન પીધી અને પ્રેમી સાથે લગ્ન કરાવી આપવાની જીદ પકડીને બેસી ગઇ. મેં મનાવી તો કહ્યું હવે આ ઘરનું પાણી પણ નહી પીવ. બસ પછી મને કાળ ચડ્યો ને કપડા ધોવાના ધોકાના ઘા ફટકારી દીધા. હવે ખૂબ અફસોસ થાય છે, પણ શું કરવું, રસ્તો જ નહોતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો