14 વર્ષની છોકરી સ્કૂલે આવતી બંધ થઈ ગઈ, શિક્ષકે તપાસ કરી તો બાપની કરતૂતનો ફુટ્યો ભાંડો

ઉત્તરાખંડના એક નાનકડા ગામ ચમોલીમાં ફેબ્રુઆરી 2021માં સ્કૂલો ફરી ખૂલી ત્યારે બાળકોએ હોશે-હોશે શાળાએ આવવાનું શરુ કરી દીધું હતું. જોકે, ક્લાસમાંથી એક છોકરી ગાયબ હતી. અચાનક આ છોકરીએ સ્કૂલે આવવાનું કેમ બંધ કરી દીધું તે જાણવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને પણ પૂછી જોયું. જોકે, ક્યાંયથી તેમને સરખો જવાબ ના મળ્યો. પરીક્ષા નજીક આવી રહી હતી, અને છોકરી સ્કૂલે નહોતી આવતી ત્યારે તેનું વર્ષ ના બગડે તેની પણ શિક્ષકને ચિંતા થઈ.

છોકરીનો ક્યાંય પત્તો ના લાગતા શિક્ષકે પણ નક્કી કરી લીધું કે તે ગમે તેમ કરીને તેને શોધીને જ રહેશે. તેઓ તેના ઘરના ચક્કર લગાવવા લાગ્યા. તેના ૉબાપને સતત પૂછતા રહ્યા કે છોકરી ક્યાં છે, પરંતુ કોઈ તેમને જવાબ નહોતું આપી રહ્યું. જોકે, એક દિવસ છોકરીના પિતાએ કબૂલ કરી લીધું કે તેમણે પોતાની 14 વર્ષની દીકરીને છ હજાર રુપિયા લઈને 32 વર્ષના એક વ્યક્તિને પરણાવી દીધી છે.

છોકરીના બાપાએ શિક્ષકને જણાવ્યું કે લોકડાઉન વખતે જ તેમણે છોકરીને રુપિયા લઈને પરણાવી દીધી હતી. આ સાંભળીને સમસમી ગયેલા શિક્ષકે છોકરીને ક્યાં પરણાવાઈ છે તેની વિગતો મેળવી. આખરે છોકરીનો પત્તો લાગ્યો ત્યારે ખબર પડી કે તેને રુપિયા આપીને લઈ ગયેલા વ્યક્તિએ એક વર્ષ સુધી તેનું ટોર્ચર કરીને તેના પર રેપ ગુજાર્યો હતો. શિક્ષકે બાળ લગ્નના ગુનામાં બધા જેલમાં જશો તેવી ધમકી આપતા આખરે તેના પરિવારજનો ડર્યા, અને છોકરીને રેસ્ક્યુ કરાઈને દેહરાદૂન લવાઈ.

શિક્ષકે છોકરી પર શું વિત્યું તેની માહિતી આપતો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેને જોઈને સરકાર પણ એક્શનમાં આવી અને છોકરીને રુપિયા લઈને પરણાવવાના પ્રકરણમાં જે પણ લોકો સામેલ હતા તે તમામ લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે.
આખરે સોમવારે છોકરી જ્યારે ગળામાં મંગળસૂત્ર, સેથામાં સિંદૂર સાથે સ્કૂલે આવી ત્યારે ક્લાકમાં પગ મૂકતા જ તે ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી. પોતાને બચાવનારા શિક્ષકને તેણે જણાવ્યું કે તેનો પતિ તેને ક્યારેય સ્કૂલે નહીં આવવા દે. તે તેને મારશે.. રડતાં-રડતાં તેણે એમ પણ કહ્યું હતું કે લોકડાઉન વખતે તેને જબરજસ્તી પરણાવી દેવામાં આવી હતી.

છોકરીએ આ વર્ષે આઠમા ધોરણની પરીક્ષા આપી દીધી છે. તે હાલ પોતાના ઘરે છે. તેની માતાનું કેટલાક વર્ષો પહેલા અવસાન થયું હતું. તેને ત્રણ ભાઈ-બહેન છે. તેની મોટી બહેનને પણ તે 18 વર્ષની થઈ તે પહેલા જ પરણાવી દેવામાં આવી હતી. જોકે, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આ પ્રકારની ઘટના જાણે કોઈ નવી વાત નથી. અત્યંત ગરીબ પરિવારો ઘણીવાર પોતાની છોકરીઓને પૈસા માટે ગમે તેની સાથે પરણાવી દેતા હોય છે. મોટાભાગના કિસ્સામાં તો છોકરીઓ 18 વર્ષની પણ નથી થઈ હોતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો