અમદાવાદમાં પરિણીતાએ સસરા સામે નોંધાવી ફરિયાદ: ‘હું રૂમમાં એકલી હોવું ત્યારે સસરા આવી જાય છે, ન ગમતુ હોવા છતાંય અંગત ભાગે સ્પર્શ કરે છે’

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનો કિસ્સો સામે આવ્યો છે. સાસરીમાં રહેવા આવેલી પરિણિતાને પોતાના સસરાનો જ ખરાબ અનુભવ થયો. પરિણિતાનો આરોપ છે કે, જ્યારે તે ઘરમાં એકલી હોય ત્યારે તેના સસરા એકલતાનો લાભ લઈને પહોંચી જતા અને તેની સાથે અડપલા કરતા. એટલું જ નહીં સસરા પુત્રવધૂને અંગત ભાગમાં સ્પર્શ કરતા અને અનૈતિક માગણી કરતા હતા. હવે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદ શહેરમાં ઘરના ઝઘડાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવક સાથે લગ્ન થયા હતાં. લગ્ન પહેલા સાસરિયાંઓએ યુવતીના યુવક સાથે લગ્ન કરાવવા માટે તેમજ ઘર બનાવવા માટે રૂ. 25 લાખ માગ્યા હતા. જે પૈસા યુવતીના પિતાએ આપ્યા હતા.

પૈસા આપ્યા બાદ તેઓના લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પૈસા પરત ન આપવા પડે તેના માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું સાસરિયાઓએ શરૂ કર્યું હતું. અમદાવાદમાં રહેતા પરિણીતાના સાસુ, સસરા, પતિ તેમજ ઉત્તરપ્રદેશમાં મોટા કાકા સસરા અને કચ્છમાં રહેતા તેના કાકા સસરાએ પણ અવારનવાર આ બાબતે ત્રાસ આપ્યો હતો.

પરિણીતા જ્યારે તેના રૂમમાં એકલી હોય ત્યારે સસરા તેના રૂમમાં આવી શરીરના ભાગે સ્પર્શ કરતા જતા તેમજ અણછાજતું વર્તન કરતા હતા. અવારનવાર પૈસાની પણ માગણી કરી દબાણ કરતા હતા.

આખરે કંટાળીને પરિણીતાએ પતિ, સાસુ, સસરા, મોટા કાકા સસરા, કાકા સસરા સહિત 8 લોકો સામે શારીરિક માનસિક ત્રાસ અને દહેજમાં પૈસા લાવવા માટે દબાણ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે પોતે રૂમમાં એકલી હોય ત્યારે તેના સસરા રૂમમાં આવી શરીરે સ્પર્શ કરતા હતા. તેની સાથે અણછાજતું વર્તન કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો