પતિ બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી સસરાએ દાનત બગાડી, ઘર છોડ્યું તો દિયરે સંબંધ બાંધવા દબાણ કર્યું, અંતે કંટાળીને પરિણીતાએ ઝેર પી લીધું

પતિ પાંચ વર્ષથી બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી પત્ની સાસુ-સસરાને ભરોસે રહેતી હતી, પરંતુ સસરાએ દાનત બગાડતાં તેણે ઘર છોડવું પડ્યું. જોકે ત્યાં પણ તેનો દિયર પહોંચી જઈ સંબંધ રાખવા દબાણ કરતો હતો, જેથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. સોલા પોલીસે મહિલાની ચિઠ્ઠીના આધારે પાંચ સામે ગુનો નોંધ્યો છે.

સસરા દારૂ પી આવીને અઘટિત માગણી કરતા

વર્ષ 2006માં ચાંદલોડિયાની સંસ્કાર રેસિડન્સીમાં રહેતાં આશાબેન (34)નાં લગ્ન ગોતામાં વંદેમાતરમ ટાઉનશીપમાં રહેતા સમીર રામાનુજ સાથે થયાં હતાં. 5 વર્ષ પહેલાં સમીરને રેશ્મા નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા તેની સાથે જુદો રહેતો હતો. સમીર ઘરે આવતો નહીં હોવાથી સસરા પ્રભુદાસે આશા પર દાનત બગાડી હતી અને દારૂ પી આવીને અઘટિત માગણી કરતા હતા. આ અંગે આશાએ સાસુ દેવયાનીબેનને ફરિયાદ કરતા તેમણે કહ્યું હતું કે, ‘તારો પતિ આમેય આવતો નથી, તો શું વાંધો છે? મારી સંમતિ છે.’ આથી આશા સંતાનો સાથે અલગ રહેવા જતી રહી હતી. તો ત્યાં પણ દિયર સમર્થ તેના ઘરે આવતો અને આશા પાસે અઘટિત માગણી કરતો હતો. આથી આશાએ દેરાણી શ્રુતિને ફરિયાદ કરતાં, શ્રુતિએ કહ્યું હતું કે, ‘આ લોકો પૈસાવાળા છે. મારો પતિ પૈસા ખર્ચી બહાર જ જાય છે. તું તેની સાથે સંબંધ રાખીશ તો ઘરના પૈસા ઘરમાં જ રહેશે અને તારું ઘર પણ ચાલશે.’

પતિનો દેહવિક્રયનો વ્યવસાય હોવાનો આક્ષેપ

આશાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, તેનો પતિ સમીર કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવે છે. જ્યારે વસ્ત્રાપુરમાં આમ્રપાલી લેકવ્યૂમાં સમીરનો ધ રિટ્ઝ વેલનેસ સ્પાની આડમાં દેહવિક્રયનો વ્યવસાય ચાલતો હતો. જ્યાં અગાઉ પોલીસે દરોડો પાડી સમીરની ધરપકડ કરી હતી.

મેજિસ્ટ્રેટની હાજરીમાં નિવેદન લેવામાં આવ્યું

સોલા પોલીસે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની હાજરીમાં આશાનું મરણોન્મુખ નિવેદન (ડીડી) લીધું હતું. જ્યારે આશાએ લખેલી ચિઠ્ઠી પણ કબજે કરી હતી. આ ચિઠ્ઠીમાં આશાએ પતિ, સાસુ-સસરા,દિયર-દેરાણી પર જે આક્ષેપો કર્યા હતા તે તમામ પોલીસે ફરિયાદમાં ટાંક્યા છે તેમ જ પુરાવા તરીકે ચિઠ્ઠી પણ કબજે કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો