બોન કેન્સરથી પીડાઈ રહેલી દીકરીને પોતાના પગે ચાલતી કરવા પિતાએ પોતાના પગનું હાડકું આપી દીધું

8 વર્ષની શ્રીયાએ બોન ટ્યૂમરની સફળ સર્જરી બાદ પટ્ટી બાંધેલા ડાબા પગ સાથે પોતાના પિતાનો હાથ પકડીને સ્વતંત્ર રીતે જિંદગી જીવવા તરફ એક ડગલું માંડ્યું હતું. શ્રીયાની જાંઘના હાડકા જે ભાગમાં કેન્સર હતું તે કાપીને તેની જગ્યાએ પિતાના પગના હાડકાનો ભાગ ત્યાં લગાવાયો હતો.

દીકરીને બોન કેન્સર હતું

શ્રીયાના પગમાં સર્જરી કરનારા ડો. મંદિપ શાહ કહે છે, અલોગ્રાફ્ટ તરીકે ઓળખાતી આ બોન ટ્રાન્સપ્લાસ્ટ સર્જરી અમદાવાદમાં થયેલી કેટલીક સર્જરીઓમાંથી એક છે. શ્રીયાના બોનમાં કેન્સર થઈ ગયું હતું, ડોક્ટરે આ ભાગ કાપીને તેની જગ્યાએ હેલ્થી બોન રિપ્લેસ કરી આપ્યું જે હવે કુદરતી રીતે વધતું રહેશે.

8 વર્ષની છોકરીને હતું બોન કેન્સર, પિતાના હાડકાથી દીકરીને મળ્યું નવજીવન.

દીકરીને પિતાના હાડકું લગાવાયું

શ્રીયાના પિતા અમિત શર્માએ જણાવ્યું કે, તેઓ પોતાની દીકરીને ફરીથી પગ પર ઊભી થતી જોવા માટે કંઈ પણ કરવા તૈયાર છે અને જ્યારે ડોક્ટરે તેમના પગના હાડકાનો અમુક ભાગ લેવાની વાત કરી તો તેઓ તરત તૈયાર થઈ ગયા. શર્મા કહે છે, 4 મહિના પહેલા દીકરી પગમાં દુખાવાની ફરિયાદ કરવા લાગી. તપાસ દરમિયાન જાણ થઈ કે તેને બોન કેન્સર છે. તે ખૂબ જ ઉત્સાહી છોકરી હતી અને તેને ચાલતા ન જોઈ શકવી ખૂબ જ દુઃખની ઘટના હતી.

ડોક્ટરે જટિલ ઓપરેશન પાર પાડ્યું

શર્મા ગુજરાત બોર્ડર નજીક મધ્ય પ્રદેશના કલ્યાણપુરના એક નાનકડા ગામમાં પોતાની દુકાન ચલાવે છે. ડો. શાહે જણાવ્યું કે, આ ઓપરેશન ખૂબ જ જટિલ હતું. આ પહેલા અંગ કાપવાનો જ એકમાત્ર ઓપ્શન હતો, પરંતુ હવે અમે અંગ બચાવવા સર્જરી કરીએ છીએ. સિમેન્ટ પેસર કામચલાઉ છે અને પ્રોસ્ટેથિક્સની કિંમત લાખોમાં છે જે પરિવારને પોસાય તેમ નહોતી આથી અમે પિતા પાસે ગયા.

થોડા મહિના બાદ ફરી ચાલવા લાગશે દીકરી

મેડિકલ ટીમે જણાવ્યું કે, શ્રીયાને સંપૂર્ણ રીતે પોતાના પગ પર ચાલવામાં હજુ થોડા મહિનાઓ અને કીમોથેરાપીને કેટલાક વધુ રાઉન્ડ લાગી શકે છે. સર્જરી બાદથી જ તે સારી રીકવરી બતાવી રહી છે. ડો. શાહે જણાવ્યું કે, પિતાના પગમાંથી લેવાયેલા હાડકાના કારણે તેમના ચાલવા પર કોઈ ખાસ અસર નહીં પડે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો