સરકાર માટે શરમજનક ઘટના: LRD ભરતીમાં અન્યાયને લઈ પિતાએ કર્યો આપઘાત, તેમના બંને પુત્રો પરીક્ષામાં થયા હતા પાસ

LRD પરીક્ષામાં અન્યાયને લઈ ગુજરાતમાં ચારેબાજુ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રદર્શનને લઈ ગુજરાતમાં ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં અન્યાયને લઈને એક પિતાએ સરકારી કચેરીમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પિતાના બંને પુત્રો એલઆરડી પરીક્ષામાં પાસ થઈ ગયા હતા.

પિતા પાસેથી મળી સ્યુસાઈડ નોટ

LRD પરીક્ષામાં માલધારીઓને વિવાદનો મામલો વધુ ગરમાયો છે. પરીક્ષાના પરિણામથી નાસીપાસ થઈ એક પિતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જૂનાગઢમાં સહાયક વિદ્યુત શાખાની ઓફિસમાં સરકારી નોકરી કરતાં પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લોકરક્ષક દળની ભરતીમાં મૃતકના પુત્રોને અન્યાયનો ઉલ્લેખ કર્યો છે.

મૃતકનો પુત્ર અન્યાયના વિરોધમાં ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠો છે

આધેડના બંને પુત્રો LRDની પરીક્ષામાં પાસ થયા હતા. મૃતકના એક પુત્ર ગાંધીનગરમાં ઉપવાસ પર હતા. સત્યાગ્રહ છાવણી ખાતે મૃતકના પુત્ર ઉપવાસ કરી રહ્યા હતા. બંને પુત્રના વિગત દર્શકકાર્ડ હોવા છતાં સિલેક્ટ ન થયા હતા. છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજ એલઆરડી ભરતીમાં અન્યાયનો વિરોધ કરી રહ્યા છે. ડુંગર વિસ્તારના માલધારીઓ લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. વિગત દર્શક કાર્ડવાળા કુલ 25 ઉમેદવારો પાસ થયા છે. 25 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારના પિતાએ આપઘાત કરી લીધો છે.

ગુજરાતને કલંકિત કરતી ઘટના

એક પિતાના આપઘાતની આ ઘટના ગુજરાત માટે એક શરમજનક અને કલંક લગાડતી ઘટના છે. કે એક ભરતી કૌભાંડમાં મહિનાઓ સુધી પ્રદર્શન કરી રહેલાં લોકોને આ સરકારે સાંભળ્યા નથી. અને તેના જ કારણે પુત્રની સરકારી નોકરી ઈચ્છતાં પિતાને ગળેફાંસો ખાવાનો વારો આવ્યો છે. ત્યારે પુત્રો કે જે હાલ સરકાર સામે ગાંધીનગરમાં લડી રહ્યા છે તેવામાં પિતાની મોતના સમાચાર સાંભળીને પુત્ર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. એક પિતાના મોત પાછળ વાંક કોનો? સરકારનો કે પછી એ પિતાનો?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો