બોર્ડની પરીક્ષાના 3 દિવસ પહેલા જ અકસ્માતમાં પિતાનું થયું હતું મૃત્યુ, મન મક્કમ કરીને પરીક્ષા આપનાર દીકરીએ મેળવ્યા 94.95 પર્સેન્ટાઈલ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું હતું. બોર્ડની પરિક્ષાના 3 દિવસ પૂર્વે પિતાનું મૃત્યુ થયા બાદ મક્કમ મન રાખીને પરીક્ષા આપનાર મહેનતકશ પરિવારની દીકરીએ ધોરણ-10માં 94.95 પર્સેન્ટાઈલ મેળવીને શિક્ષણનો પ્રથમ તબક્કો પૂરો કર્યો છે.

પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી દીકરી પિતાનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકે તેમ નથી

વડોદરાના કિશનવાડી ખોડીયારચોકમાં રહેતી મિતાલી દરજીએ જણાવ્યું હતું કે, હું દંતેશ્વર ખાતે આવેલી બરોડા હાઇસ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છે. મે ધોરણ-10ની પરીક્ષામાં 94.95 પર્સેન્ટાઈલ સાથે પાસ થઇ ગઇ છું. પરંતુ, આજે મારા પપ્પા જીવતા હોત તો મારી ખુશી બમણી હોત. બોર્ડની પરીક્ષાના પ્રારંભના ત્રણ દિવસ પૂર્વે બનેલી અકસ્માતની ઘટનામાં પિતાનું મૃત્યુ થયું હતું. પિતાના અવસાન બાદ અમે પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. વાંચવાનું પણ મન થતું ન હતું. હાથમાં ચોપડી લઉં, પણ મન લાગતું ન હતું. મમ્મી સતત રડ્યા કરતી હતી. તેને જોઇને હું પણ મારા આંસુ રોકી શકતી ન હતી. એક તબક્કે પરીક્ષા ન આપવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ, પિતાની મને ડોક્ટર બનાવવાની ઇચ્છા હોવાથી મન મક્કમ કરીને પરીક્ષા આપી હતી. જોકે, પિતાની ડોક્ટર બનાવવાની ઇચ્છા તો પૂરી કરી શકું તેમ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પિતાના મૃત્યુ બાદ વિદ્યાર્થિનીની માતા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફિલર તરીકે નોકરી કરે છે

વધુમાં મિતાલીએ જણાવ્યું કે, પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી મમ્મી વૈશાલીબહેન ઉપર આવી ગઇ છે. મારી માતા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ફિલર તરીકે નોકરી કરે છે. અમે 3 ભાઇ-બહેન છે. મારો અને મારા ભાઇ-બહેનનો ભણવાનો ખર્ચ કાઢવો વર્તમાન સ્થિતીમાં મુશ્કેલ છે. જોકે, મમ્મી અમને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે તૈયાર છે. પિતા જીવતા હોત તો મે ચોક્કસ ડોક્ટર બનવા માટે મહેનત કરી હોત. પરંતુ, હવે મારા માટે શક્ય નથી. હું એન્જિનિયરિંગમાં જવા માંગુ છું.

સ્કૂલ વાનચાલકનો પુત્ર કહે છે કે, મારી IITમાં કેરીયર બનાવવાની ઇચ્છા છે

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલી શ્રી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઉર્વિશ જોશીએ 99.84 પર્સેન્ટાઈલ સાથે ધોરણ-10 પાસ કર્યું છે. તેના પિતા રાજેશભાઇ સ્કૂલ વાન ચલાવે છે. અને માતા વૈશાલીબહેન બ્યુટીશ્યિન છે. ઉર્વિશે જણાવ્યું કે, ધોરણ-7 અને 8માં હતો. ત્યારે હું ટ્યુશન ક્લાસ કરતો હતો. પરંતુ, ધોરણ-10માં ટ્યુશન ક્લાસ કર્યો નથી. સ્કૂલમાં ટીચર ભણાવે ત્યારે ધ્યાન આપીએ અને ઘરે આવીને રિવીઝન કરીએ. તો ટ્યુશનની જરૂરત રહેતી નથી. મારી IITમાં કેરીયર બનાવવાની ઇચ્છા છે.

પૂજાપાની દુકાનમાં નોકરી કરનારનોપુત્ર કહે છે કે, ડોક્ટર બનીને દેશ સેવા કરવાની ઇચ્છા છે

વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીમાં રહેતા અને વાઘોડીયા રોડની શ્રી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધ્રુવ રોહિતે ધોરણ-10 99.98 પર્સેન્ટાઈલ સાથે પાસ કર્યું છે. ધ્રુવના પિતા સંજયભાઇ ઘડિયાળી પોળમાં આવેલી પૂજાપાની દુકાનમાં નોકરી કરે છે. તેની માતા રીયાબહેન ઘરકામ કરે છે. ધ્રુવને ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઇચ્છા છે. અને સમાજની સેવા કરવાની ઇચ્છા છે. કોરોના વાઇરસની મહામારી વિષે તેને જણાવ્યું કે, દરેક લોકોએ કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કરવું જોઇએ. દરેક વ્યક્તિ કાળજી રાખશે તો આપણા દેશમાંથી વહેલી તકે કોરોના જતો રહેશે.

વિદ્યાર્થીએ 99.93 પર્સેન્ટાઈલ સાથે ધોરણ-10 પાસ કર્યું

હરણી-મોટનાથ રોડ ઉપર રહેતા યશ પ્રજાપતિએ 99.93 પર્સેન્ટાઈલ સાથે ધોરણ-10 પાસ કર્યું છે. યશના પિતા મનુભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. યશને મેથેમેટીક્સમાં વિષય સાથે આગળ વધવાની ઇચ્છા છે. અને તે ઇચ્છા પૂરી કરવા માટે તેણે કોન્સેપ્ટ સ્કૂલમાં ધોરણ-11માં એડમિશન પણ લઇ લીધું છે. સાથે ઓનલાઇન ભણવાની શરૂઆત કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો