પાલનપુરના કાણોદરમાં કારની ટક્કરે દીકરી સાથે 7 સંતાનના પિતાનું અકસ્માતમાં મોત, પરિવારની એક માત્ર કમાનાર વ્યક્તિ હતી

પાલનપુર તાલુકાના કાણોદરમાં અમદાવાદ હાઇવે પર વહેલી સવારે પિતા દીકરીને શાળાએ મુકવા જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર તરફથી આવી રહેલી કારે ટક્કર મારી હવામાં ઉછાળી દેતા પિતા અને પુત્રીનું દર્દનાક મોત નીપજ્યું હતું. મુળ વડગામના રુપાલ ગામના અહેમદભાઇ મીર ઉર્ફે અમરતભાઇ મીર કાણોદરમાં બોડી પાર્ટસની દુકાનમાં નોકરી કરતા હતા. ચાર પુત્રી અને 2 પુત્રના પિતા અહેમદભાઇ શનિવારે તેમની 11 વર્ષની દીકરી સુહાનાને લઇ પ્રાથમિક શાળામાં મુકવા જતા હતા. તે સમયે પાલનપુર તરફથી આવી રહેલી કારના ચાલકે પિતા અને પુત્રીને ટકકર મારતાં બન્ને 40 ફુટ જેટલા હવામાં ફંગોળાયા હતા.અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કાર અકસ્માત સર્જી 300 ફૂટ જેટલી ઘસડાઈ રોડ સાઇડથી નીચે ખાબકી હતી.જોકે કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. અહેમદભાઇના ભત્રીજા યાસીનભાઇ મીરે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દીકરીને સ્કૂલે મૂકવા જતા મોત મળ્યું

અહમદભાઈ ભીખાભાઈ મીર તેમની દીકરી આગિયાનાને મૂકવા માટે સ્કૂલે જતા હતા ત્યારે બંને રોડની સાઈડ પર ઊભા હતા તે સમયે રાજસ્થાન પાર્સિંગની  આરજે 38 ટીએ 0464 નંબરની કારે બંનેને અડફેટે લીધા હતા. આજે શનિવાર હોવાથી પિતા તેની દીકરીને મૂકવા માટે વહેલા સ્કૂલે જતા હતા. અકસ્માત કાણોદરની જામિયા મસ્જિદ પાસે અમદાવાદ પાલનપુર હાઈવે પર થયો હતો. બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંનેના મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડાયા હતા. અહમદ મીર સાત સંતાનોના પિતા હતા અને આખા પરિવારના ગુજરાનની જવાબદારી નિભાવતા હતા. તેમના આકસ્મિક મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. અકસ્માત સર્જીને કારનો ચાલક કાર મૂકીને નાસી છૂટ્યો હતો.

અજાણ્યા વાહને બાઈક ચાલકને ઉલાળતા મોત

કાંકરેજ તાલુકાના શિહોરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર યુવાને ટક્કર મારતા તેનું ઘનટાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકઠા થતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ ટ્રાફિકને રાબેતા મુજબ કરાવવા મહેનત કરવી પડી હતી. અકસ્માત બાદ થરાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો